-ફેસબુક પોસ્ટના રૂપે મનપ્રીતએ આ ગર્વની વાતને શેર કરતાં આ દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો
દુનિયામાં આજે ભારતીય લોકો ઘણા મહત્વની પદ પર બિરાજમાન છે. તેઓ પોતાની આવડત અને મહેનતના જોરે ઉચ્ચ સ્થાનો પ્રાપ્ત કરે છે. આવી જ એક ગર્વની બાબત અમેરિકામાં બની છે. જ્યાં ભારતીય મૂળની મનપ્રીત મોનિકા સિંહએ અમેરિકાના હૈરિસ કાઉન્ટી સિવિલ કોર્ટમાં જજના રૂપે શપથ લીધા છે, જેની સાથે જ તેમણે ઇતિહાસ રચતા અમેરિકાની પહેલી શિખ જજ બની ગઇ છે.
- Advertisement -
ફેસબુક પોસ્ટના રૂપે મનપ્રીતએ આ ગર્વની વાતને શેર કરતાં આ દિવસને ઐતિહાસિક દિવસ ગણાવ્યો હતો. જયારે શપથ સમારોહની અધ્યક્ષતા કરી રહેલા જજએ આ બાબતને સમાજમાં મહિલાઓ માટે ઉદાહરણરૂપ ગણાવી હતી. મળેલી માહિતી અનુસાર, મનપ્રીત મોનિકા છેલ્લા 20 વર્ષોથી એક ખ્યાતનામ પકીલ છે, જેની સાથે તેણી સ્થાનિક, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તર પર કેટલાય નાગરિક સંગઠનોમાં સામેલ છે.
મનપ્રીત મોનિકાએ શપથ ગ્રહણ સમારોહમાં પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું કે, આ મારા માટે ખૂબ મહત્વનું છે, કારણકે હું એચ-ટાઉન(હ્યુસ્ટનનું ઉપનામ)નું પ્રતિનિધિત્વ કરૂ છું. હું આ પદ માટે ખૂબ ખુશ છું. આની સાથે જ તેમણે આ ઘટનાને બાળકો માટે ખૂબ મહત્વની ગણી છે, કારણકે તેઓ ભણી રહ્યા છે. બાળકોને પણ જોઇને ખબર પડે કે, આ પદ પર પહોંચી શકાય છે, જ્યાં પહેલા આપણું સ્થાન નહોતું.
મનપ્રીત મોનિકાનો જન્મ અને ઉછેર હ્યુસ્ટનમાં થયો
ભારતીય મૂળની મોનિકા સિંહનો જન્મ અને ઉછેર હ્યુસ્ટનમાં થયો અને હાલમાં તેઓ પોતાના પતિ અને બે બાળકો સાથે બેલેયરમાં રહે છે. મનપ્રીતના પિતા વર્ષ 1970ના જમાનાની શરૂઆતમાં જ અમેરિકા ચાલ્યા ગયા હતા.
- Advertisement -
શિખ સમુદાય માટે આજે ગર્વનો દિવસ: જજ રવિ સૈંડિલ
શપથ ગ્રહણ સમારોહમાં જજ રવિ સૈંડિલ(રાજ્યના પહેલા દક્ષિણ એશિયાઇ જજ)ને કાર્યક્રમની અધ્યક્ષતા કરતા કહ્યું કે, આ શિખ સમુદાય માટે વાસ્તવમાં જ એક મોટી ક્ષણ છે. જ્યારે તેઓ કોઇ રંગના બીજી વ્યક્તિને જુએ છે, તો તેઓ જાણે છે કે, તેમના માટે પણ આ સંભવ છે. મનપ્રીત ના કેવળ શિખો માટે એક રાજદૂત છે, પરંતુ તેઓ બધા રંગની મહિલાઓ માટે એક રાજદૂત છે.