ભારતીય મૂળના અર્થશાસ્ત્રી થર્મન ષણમુગરત્નમ 2011થી 2019 સુધી સિંગાપોરના નાયબ વડાપ્રધાન હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમને કુલ 70.4 ટકા વોટ મળ્યા
સિંગાપોરથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, સિંગાપોરમાં જન્મેલા ભારતીય મૂળના અર્થશાસ્ત્રી થર્મન ષણમુગરત્નમ શુક્રવારે એટલે કે 1 સપ્ટેમ્બર ના રોજ રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા છે. મહત્વનું છે કે, તેમણે 2011 પછી પ્રથમ વખત યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ચીની મૂળના બે હરીફોને હરાવ્યા હતા. ષણમુગરત્નમ પીપલ્સ એક્શન પાર્ટી (PAP) સાથે 20 વર્ષથી વધુ સમયથી જોડાયેલા છે.
- Advertisement -
ભારતીય મૂળના અર્થશાસ્ત્રી થર્મન ષણમુગરત્નમ 2011થી 2019 સુધી સિંગાપોરના નાયબ વડાપ્રધાન હતા. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમને કુલ 70.4 ટકા વોટ મળ્યા હતા જ્યારે તેમના હરીફ એન. કોક સોંગ અને ટેન કિન લિયાનને અનુક્રમે 15.7 ટકા અને 13.8 ટકા મત મળ્યા હતા. ચૂંટણી પંચના પ્રવક્તાએ આ જાણકારી આપી છે. આ તરફ વડાપ્રધાન લી સિએન લૂંગે રાષ્ટ્રપતિની ચૂંટણી જીતવા બદલ ષણમુગરત્નમને અભિનંદન પાઠવ્યા હતા.
થર્મન ષણમુગરત્નમ કોણ છે ?
ભારતીય મૂળના અર્થશાસ્ત્રી થર્મન ષણમુગરત્નમનું નામ સિંગાપોરના રાજકારણમાં ઘણું મહત્વ ધરાવે છે. થર્મન ષણમુગરત્નમ સિંગાપોરના પીઢ રાજકારણી છે. રાષ્ટ્રપતિ બનતા પહેલા તેઓ દેશના નાયબ વડાપ્રધાન અને નાણામંત્રી તરીકે પણ કામ કરી ચુક્યા છે. તેમની પોલિસી મેકિંગ કૌશલ્ય અદ્ભુત છે.
Singaporeans have chosen @Tharman_S to be our next President by a decisive margin. Now that the election is over, let us come together again as Singaporeans, to tackle the challenges ahead and build a stronger and more united nation. – LHL https://t.co/gdm5uXv1fy pic.twitter.com/h97mzSqblv
- Advertisement -
— leehsienloong (@leehsienloong) September 1, 2023
થર્મન ષણમુગરત્નમનો પરિવાર
થર્મન ષણમુગરત્નમના અંગત જીવન પર નજર કરીએ તો તેમના પરિવારમાં કુલ 6 લોકો છે. તેની પત્નીનું નામ યુમીકો ઇટોગી છે. તેમને ચાર બાળકો છે. તેમના બાળકોના નામ માયા, આકાશ, કૃષ્ણ અને અર્જુન છે. થર્મન ષણમુગરત્નમના બાળકો તેમના માતાપિતાના પગલે ચાલ્યા છે. સૌથી મોટો બાળક માયા એક સામાજિક સાહસિક અને વકીલ છે, જ્યારે બીજો બાળક આકાશ સોફ્ટવેર એન્જિનિયર છે. બીજી તરફ બે નાના ભાઈ કૃષ્ણ અને અર્જુન અનુક્રમે અર્થશાસ્ત્ર, રાજકારણ અને સંગીત, આર્ટ્સના વિદ્યાર્થીઓ છે.
સિંગાપોરના રાજકારણમાં થર્મન ષણમુગરત્નમનું યોગદાન
થર્મન ષણમુગરત્નમનું પારિવારિક જીવન તેમની રાજકીય કારકિર્દી જેટલું જ ગતિશીલ અને પ્રેરણાદાયી છે. તેમના બાળકોને તેમના માતાપિતાનો જાહેર સેવાનો ઉત્સાહ વારસામાં મળ્યો છે. દરેક બાળકે એક અનોખો માર્ગ કોતર્યો છે. થર્મન ષણમુગરત્નમે સિંગાપોરના રાજકીય અને આર્થિક લેન્ડસ્કેપમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. થર્મન ષણમુગરત્નમનો જન્મ 1957માં થયો હતો. તેમણે નાયબ વડા પ્રધાન તરીકે અને બાદમાં 2008 થી 2011 સુધી નાણાં પ્રધાન તરીકે સેવા આપી હતી. થર્મનની પત્ની, જેન યુમીકો ઇટોગીએ તેમના જીવન અને કારકિર્દીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.