અમેરિકામાં ભારતીય મૂળના લોકો પર હુમલાની ઘણી ચિંતાજનક ઘટનાઓ, રેસ્ટોરન્ટની બહાર લડાઈ દરમિયાન માર માર્યા બાદ ઘાયલ થયેલા ભારતીય મૂળના 41 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ
અમેરિકામાં ફરી એકવાર એક ભારતીયની હત્યાની ઘટના સામે આવતા હડકંપ મચી ગયો છે. વાત જાણે એમ છે કે, વોશિંગ્ટનમાં એક રેસ્ટોરન્ટની બહાર લડાઈ દરમિયાન માર માર્યા બાદ ઘાયલ થયેલા ભારતીય મૂળના 41 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું છે. તપાસકર્તાઓએ જણાવ્યું કે, તાજેતરમાં અમેરિકામાં ભારતીય મૂળના લોકો પર હુમલાની ઘણી ચિંતાજનક ઘટનાઓ સામે આવી છે.
- Advertisement -
પોલીસને 2 ફેબ્રુઆરીના રોજ મોડી રાત્રે લગભગ 2 વાગ્યે શોટો રેસ્ટોરન્ટની બહાર ‘ફિફ્ટીન્થ સ્ટ્રીટ નોર્થવેસ્ટ’ના 1100 બ્લોકમાં આ ઘટનાની માહિતી મળી હતી. જે બાદમાં પોલીસ અધિકારીઓ ત્યાં પહોંચ્યા અને વિવેક તનેજા નામનો ભારતીય મૂળનો વ્યક્તિ ફૂટપાથ પર ગંભીર રીતે ઘાયલ જોવા મળ્યો હતો. તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો.
Indian-origin man, 41, dies days after being assaulted in US
Read @ANI Story | https://t.co/4u3oAEBAa8#Assault #IndianAmerican #US pic.twitter.com/cbDaP2P6ot
- Advertisement -
— ANI Digital (@ani_digital) February 10, 2024
વોશિંગ્ટન ડીસીના એક ટેલિવિઝન સ્ટેશન જણાવ્યા અનુસાર પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, તનેજા અને અજાણ્યા વ્યક્તિ વચ્ચેની દલીલ ઝપાઝપીમાં ફેરવાઈ ગઈ હતી અને આરોપીએ તનેજાને જમીન પર પટકાવી દીધો હતો અને તેનું ગળું દબાવી દીધું હતું આ તરફ ગંભીર રીતે ઘાયલ તનેજાનું બુધવારે હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું. પોલીસ કેસની તપાસ કરી રહી છે અને આરોપીને શોધી રહી છે. સીસીટીવીમાંથી આરોપીના ફૂટેજ મેળવ્યા છે.
વિવેક તનેજા ટેક કંપનીના ચેરપર્સન હતા
મૃતક વિવેક તનેજા ‘ડાયનેમો ટેક્નોલોજીસ’ના સહ-સ્થાપક અને પ્રમુખ હતા. આ સપ્તાહની શરૂઆતમાં અમેરિકાના શિકાગોમાં ભારતીય વિદ્યાર્થી સૈયદ મઝહિર અલી પર લૂંટારુઓએ હુમલો કર્યો હતો. આ અગાઉ જ્યોર્જિયાના લિથોનિયા શહેરમાં એક ડ્રગ એડિક્ટે 25 વર્ષીય ભારતીય વિદ્યાર્થી વિવેક સૈનીને હથોડી વડે માર માર્યો હતો. આ વર્ષે અમેરિકામાં ભારતીય મૂળના અન્ય ચાર વિદ્યાર્થીઓના મોત થયા છે.