પાકિસ્તાન મરિન સિક્યુરિટીની વધુ એક નાપાક હરકત
પાકિસ્તાન મરિન સિક્યોરિટી એ હરસિદ્ધિ બોટને ટક્કર મારતા જળ સમાધિ
- Advertisement -
ઈન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડની સમય સૂચકતાથી માંગરોળના 7 ખલાસીઓ માદરે વતન પહોંચ્યાં
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાન મરીન સિકયુરિટી વધુ એક નાપાક હરકત સામે આવી છે. માંગરોળ બંદરની બોટને ટક્કર મારી ફાયરીંગ કરવામાં આવ્યું હતું. માછીમાર ખલાસીને માર મારી બંધક બનાવ્યાની સમગ્ર ઘટના જખૌના મધ દરીએ 6 ઓગસ્ટના બની હતી.ઇન્ડીયન નેવી અને કોસ્ટગર્ડનુ હેલિકોપટરથી દિલધડક ઓપરેશન બાદ તમામ ખલાસીને મુકત કરાવ્યાં હતાં. માંગરોળ બંદરની 11 એમ.એમ.3873 હરસિદ્ધિ 5 નંબરની બોટ જખૌ દરિયામાં માછીમારી કરવા 7 ખલાસી સાથે ગઈ હતી.ગત તારીખ 6 ઓકટોબરના રોજ પોરબંદરના જખૌના મધદરીએ માછીમારી કરવા ગયેલા 7 ખલાસીની બોટને પાકીસ્તાન મરીન સિકયુરિટીએ પેહલા ટક્કર મારી બોટમા ગાબડું પાડી દેવામા આવ્યું હતું અને પાકિસ્તાન મેરિન સિકિયોરિટીએ ફાયરિંગ પણ કર્યું હતું અને બોટની જળ સમાધિ થતા ખલાસી ડૂબવા લાગતા પાકિસ્તાન મરીન સિકયુરિટીએ માંગરોળના 7 ખલાસીને બંધક બનાવી લીધા હતાં.હરસિદ્ધિ બોટની જળ સમાધિની જાણ ઇન્ડિયન નેવીને થતા હેલીકોપટર આવી ગયું હતું અને સાથે કોસ્ટગાર્ડ પણ આવી ગઈ હતી.હેલીકોપટર અને કોસ્ટગાર્ડએ દિલ ધડક ઓપરેશન કરીને માંગરોળના 7 ખલાસીને બચાવી લેવામાં આવ્યા હતાં.
પાકિસ્તાન મેરિન સિકિયોરિટીના હાથે ઝડપાયેલ માંગરોળના ખલાસીનો એક વિડિઓ પણ બનાવ્યો હતો અને એવું કહેવામાં આવ્યું હતું કે,બોટમાં ગાબડું પડતા સમગ્ર ઘટના બની છે અને બચાવ્યા તેવો વિડિઓ બનાવ્યો હતો.ત્યારે છાસવારે પાકિસ્તાન મેરિન સિકિયોરિટી દ્વારા નાપાક હરકત કરવાની ઘટના સામે આવી છે.વધુ એક ઘટના બનતી ઇન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડની સરાહનીય કામગીરીથી અટકી છે. માંગરોળ બંદરના ટંડેલ અને ખાલસીને બચાવી લેવા ઇન્ડીયન નેવી અને કોસ્ટગાર્ડનું દિલ ધડક ઓપરેશન કરી બચાવી લેતા માછીમાર ભાઈઓએ હાશકારો અનુભવ્યો હતો અને ઇન્ડીયન નેવી અને કોસ્ટગાર્ડનો આભાર માન્યો હતો.જો ઇન્ડીયન નેવી અને કોસ્ટગાર્ડની સમય સુચકતાથી પાકિસ્તાન મરીન સિકયુરિટીના હાથે લાગેલ માછીમારોને છોડવામાં સફળતા મળી હતી.ત્યારે તમામ ખલાસીઓએ આભાર માન્યો હતો. સમગ્ર ઘટના 6 ઓક્ટોબરના વેહલી સવારે બની હતી અને ત્યાર બાદ ઇન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડની જેહમત થી પાકિસ્તાન મરીન સિકયુરિટીના ચંગુલમાંથી બચાવ્યા હતા અને ત્યાર બાદ તમામ માંગરોળના ખલાસીઓની સારવાર કરીને તપાસ સાથે પૂછપરછ કરી હતી અને ગઈકાલ 7 માછીમાર ભાઈઓને માંગરોળ બંદર ખાતે સહી સલામત પહોચડાવામાં આવ્યાં હતાં.
- Advertisement -
કોઈ પણ સિગ્નલ વગર ખલાસીને બંધક બનાવ્યાં
માંગરોળ બંદરની હરસિધ્ધિ બોટ માલિક યશ ગોસીયાએ જણાવ્યું હતું કે, પાકિસ્તાન મેરિન સિકિયોરિટીએ કોઈપણ જાતનો સિગ્નલ આપ્યા વગર અમારી બોટને તોડી પાડવામાં આવી હતી અને માંગરોળના બંદરેથી 7 ખલાસી માછીમારી કરવા ગયેલા હતાં. જખૌ દરિયામાં આ સમગ્ર ઘટના બની હતી અને 7 ખલાસીને બંધક બનાવી લીધા હતા ત્યારે ઇન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડ દ્વારા જે કામગીરી કરવામાં આવી તે બદલ તેમનો ખુબ ખુબ આભાર માનું છું.
પાકિસ્તાન મરીને ભારતીય ખલાસીઓનો વિડીયો બનાવ્યો
હરસિદ્ધિ બોટના ટંડેલ અમરશી બાંભણિયા જણાવ્યું હતું કે,બોટ ઉપર ફાયરિંગ કર્યું અને બોટને ટક્કર મારી ગાબડું પાડી દેવામાં આવ્યું.જેમાં એક ખલાસી પાણીમાં ડૂબી ગયો હતો અને 6 ખલાસીને પાકિસ્તાન મરીને બંધક બનાવી લીધા અને જેમાંથી એક ખલાસીએ મોબાઈલમાં વિડિઓ બનાવ્યો અને એવું કહેવામાં આવ્યું કે,તમારી બોટમાં ગાબડું પડી ગયું છે અને બોટ ડૂબવા લાગતા તમને બચાવી લેવામાં આવ્યા છે.ઇન્ડિયન નેવી અને કોસ્ટગાર્ડને જોઈને પાકિસ્તાન મેરિન સિકિયોરિટી ઢીલી પડી હતી અને ડૂબી ગયેલ ખલાસીને તો બચાવ્યો સાથે અમે 6 ખલાસીને પાકિસ્તાન મરીન સિકિયોરિટી પાસેથી બચાવી લેવાયા નહિ તો અમારો વારો પણ પાકિસ્તાની જેલ માં જવાનો વારો આવ્યો હોત.