આ વિશે એમને આગળ ઓથોરીટીમાં ફરિયાદ કરી હતી પણ કોઇ એક્શન લેવામાં આવ્યું ન હતું. ઓથોરીટીમાં ફરિયાદ કરવા પર એમને જ ધમકાવીને ચૂપ કરાવી દેવામાં આવી હતી.
ભારતની સ્ટાર દોડવીર મહિલા ખેલાડી દુતી ચંદે એક મોટો ખુલાસો કર્યો છે. આ ભારતીય ખેલાડીએ તેના એક સીનીયર પર જાતીય સતામણી અને જબરદસ્તી મસાજ કરાવવા જેવા મોટા અને ગંભીર આરોપ લગાવ્યા છે. ખબર મુજબ દુતી ચંદે જણાવ્યુ હતું કે વર્ષ 2006 થી 2008 વચ્ચે ભુવનેશ્વર સ્પોર્ટ્સ હોસ્ટેલમાં જ્યારે એ રહેતી હતી ત્યારે તેના એક સિનિયરે તેને ઘણી માનસિક રીતે ટૉર્ચર કરી હતી અને સાથે જ શારીરિક રીતે પણ પરેશાન કરી હતી. દુતી એ કહ્યું કે ‘જ્યારે હું એ હોસ્ટેલમાં રહેતી ત્યારે તેના સિનિયર તેની મારી પાસે જબરદસ્તી મસાજ કરાવતા અને તેના કપડાં ધોવા માટે પણ કહેતા. હું એમ કરવાની ના પાડતી ત્યારે એ મેં શારીરિક રીતે પરેશાન કરતાં હતા.’
- Advertisement -
View this post on Instagram
ભારતની આ સ્ટાર દોડવીરે તેના સોશ્યલ મીડિયામાં આ પોસ્ટ કટકમાં ભણનાર એક વિદ્યાર્થીની રુચિકા મોહંતીની આત્મહત્યાના એક દિવસ પછી કરી. હિસ્ટ્રીમાં બીએ કરનાર રુચિકા મોહંતીએ તેની સુસાઈડ નોટમાં લખ્યું હતું કે તેના ત્રણ સીનીયર તેને શારીરિક રીતે ઘણા પરેશાન કરતા હતા અને હવે એ આનાથી વધુ સહન નહીં કરી શકે. એ વિદ્યાર્થીની ના સુસાઇડ પછી ત્યાંનાં રાજકીય માહોલમાં ઘણો આક્રોશ જોવા મળ્યો છે. બીજેપી અને કોંગ્રેસ બંને નવીન પટનાયકને આ ઘટના માટે દોષી સાબિત કરે છે. જો કે દુતી ચંદે પણ આ સમયે પોતાની આપવીતી સંભળાવી છે.
- Advertisement -
દુતી ચંદ આ મહિને થવા જઈ રહી કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતાં નજર આવશે. એમને તેમના જૂન દિવસોને યાદ કરતાં સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી જે ઘણી વાયરલ થઈ રહી છે અને લોકો વચ્ચે ચર્ચાનો વિષય બની છે. એમની એ પોસ્ટમાં એમને જણાવ્યુ કે તેમના સિનિયર દુતીના પરિવારની સામાજિક અને આર્થિક હાલત પર કટાક્ષ કરતાં અને મજાક બનાવતા હતા. એમને આગળ એમ પણ જણાવ્યુ હતું કે આ વિશે એમને આગળ ઓથોરીટીમાં ફરિયાદ કરી હતી પણ કોઇ એક્શન લેવામાં આવ્યું ન હતું. ઓથોરીટીમાં ફરિયાદ કરવા પર એમને જ ધમકાવીને ચૂપ કરાવી દેવામાં આવતી હતી.
View this post on Instagram
દુતી એ આગળ જણાવ્યુ હતું કે એ સમયે એમની માનસિક સ્થિતિ આટલી ખરાબ હતી કે તેઓ તેની રમત પર ફોકસ નહતા કરી શકતા. જો કે આ ફક્ત એમની સાથે જ નહીં પણ હોસ્ટેલમાં રહેતા બીજા જુનિયર્સ સાથે પણ આવું થતું હતું. પરેશાન થઈને અંતે ઘણા જુનિયરે રમત છોડી દીધી અને ઘણા એ હોસ્ટેલ છોડીને પોતાના ઘરે પરત ફર્યા હતા.