ભારતીય ઉદ્યોગસાહસિક અદાર પૂનાવાલા લંડનમાં આ વર્ષનું સૌથી મોંઘું ઘર ખરીદશે.42 વર્ષીય ભારતીય અબજોપતિ અદાર પૂનાવાલા લંડનના પોશ વિસ્તાર મેફેર્સમાં હાઈડ પાર્ક પાસે આવેલી વરસો જૂની હવેલી ‘એબરકોનવે હાઉસ’ ખરીદવા 138 મિલિયન પાઉન્ડ (લગભગ 1,446 કરોડ રૂપિયા) ખર્ચવા જઈ રહ્યા છે.
સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના સીઈઓ અદારે થોડા સમય પહેલા લંડનમાં 25,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી આ હવેલી ખરીદવામાં રસ દાખવ્યો હતો. લંડનમાં મકાનોના સંદર્ભમાં આ વર્ષનો આ સોદો સૌથી મોટો સોદો છે અને આ પછી એબરકોનવે હાઉસને લંડનમાં વેચવામાં આવેલા બીજા સૌથી મોંઘા મકાન તરીકે ગણવામાં આવશે. આ સોદો સીરમ ઈન્સ્ટીટ્યુટ ઓફ ઈન્ડિયા (SII)ની બ્રિટિશ પેટાકંપની સીરમ લાઈફ સાયન્સ દ્વારા પૂર્ણ કરવામાં આવી રહ્યો છે. પૂનાવાલાને આ ઘરમાં રહેવાનો કોઈ ઈરાદો નથી. તેનો ઉપયોગ કંપનીના ગેસ્ટ હાઉસ અને ઈવેન્ટ્સને હોસ્ટ કરવા માટે કરવામાં આવશે.
- Advertisement -
એબરકોનવે હાઉસ લગભગ 100 વર્ષ જૂનું છે અને તેનું નિર્માણ 1920માં થયું હતું. આ ઘર હવે પૂનાવાલાને સ્વર્ગસ્થ પોલિશ ઉદ્યોગપતિ જાન કુલ્ઝિકની પુત્રી ડોમિનીકા કુલઝિક દ્વારા વેચવામાં આવશે. અદાર પૂનાવાલા લંડનમાં ભાડે મકાન લેવાને બદલે એક આલીશાન ઘર મેળવવા માંગતા હતા, કારણ કે તેમની કંપનીની ઘણી ઇવેન્ટ્સ લંડનમાં યોજાય છે.