આવતા વર્ષે લૉન્ચિંગની તૈયારી, 300 કિલો સુધીના સેટેલાઇટ અવકાશમાં લઈ જશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
પીએમ મોદીએ ગુરુવારે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતના પ્રથમ પ્રાઇવેટ ઓર્બિટલ રોકેટ વિક્રમ-ઈં ને દુનિયા સમક્ષ રજૂ કર્યું. આ રોકેટની ઊંચાઈ 7 માળની બિલ્ડિંગ જેટલી છે. આ રોકેટ પ્રાઇવેટ સ્પેસ કંપની સ્કાયરૂટ એરોસ્પેસ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ રોકેટને 2026માં લોન્ચ કરવામાં આવશે. આ પ્રાઈવેટ ઓર્બિટલ રોકેટ પોતાની સાથે 300 કિગ્રા સેટેલાઇટ લઈ જવામાં સક્ષમ છે.
વડાપ્રધાન મોદીએ રોકેટ ઉપરાંત કંપનીના નવા ઇન્ફિનિટી કેમ્પસનું પણ ઉદ્ઘાટન કર્યું. આ કેમ્પસમાં અનેક લૉન્ચ વ્હીકલના ડિઝાઇન, ડેવલપમેન્ટ, ઇન્ટિગ્રેશન અને ટેસ્ટિંગનું કામ કરવામાં આવશે. આ કેમ્પસ તેલંગાણાના હૈદરાબાદમાં બન્યું છે. કંપનીની હેડ ઓફિસ પણ અહીં જ છે.
સ્કાયરૂટ એરોસ્પેસ કંપનીની સ્થાપના પવન ચંદના અને ભરત ઢાકાએ 2018માં કરી હતી. આ બંને ઈંઈંઝ પાસઆઉટ છે અને ઈંજછઘના પૂર્વ વૈજ્ઞાનિક રહી ચૂક્યા છે. તેમને ભારતના ‘ઇલોન મસ્ક’ કહેવામાં આવી રહ્યા છે. ખરેખરમાં, મસ્ક પણ સ્પેસ સેક્ટરમાં કામ કરી રહ્યા છે. તેમની સ્પેસએક્સ કંપની અનેક પ્રાઇવેટ રોકેટ લોન્ચ કરી ચૂકી છે.
સ્કાયરૂટ કંપનીએ આ પહેલા 2022માં વિક્રમ-જ રોકેટ લોન્ચ કર્યું હતું, જે સબ ઓર્બિટ રોકેટ હતું એટલે કે તે 100 કિમી ઉપર ગયું હતું પરંતુ પૃથ્વીની કક્ષામાં પ્રવેશી શક્યું ન હતું. વિક્રમ-ઈં એક ઓર્બિટલ રોકેટ છે જે પૃથ્વીની કક્ષાની અંદર જશે.



