ચાલૂ વર્ષે જીડીપી વૃધ્ધિદર 6.3 ટકા રહેશે: સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા
અમેરિકાનાં ટેરિફની અસર ઘણી મર્યાદિત રહેશે, વૈશ્વિક એજન્સીનું અનુમાન
વૈશ્વિક અર્થતંત્ર વિશે વિરોધાભાસી અટકળો-અનુમાનો વચ્ચે ભારતીય અર્થવ્યવસ્થા દુનિયામાં સૌથી ઝડપી ગતિએ વધવાનું સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનાં રિપોર્ટમાં જાહેર કરવામાં આવ્યું છે.ચાલુ નાણાકીય વર્ષમાં જીડીપી વૃધ્ધિદર 6.3 ટકા રહેવાનું અનુમાન દર્શાવાયુ છે.
- Advertisement -
ભારતના આંકડા વિભાગ દ્વારા 2024-25 નાં નાણાંકીય વર્ષમાં વાસ્તવિક અને નોમિનલ જીડીપી વૃધ્ધિદર અનુક્રમે 6.4 ટકા તથા 9.7 ટકા રહેવાનું અનુમાન દર્શાવાયું છે. જયારે એસબીઆઈએ રીપોર્ટમાં એવુ જાહેર કર્યુ છે કે 36 પરિબળો અર્થ વ્યવસ્થામાં મજબુતીનાં સંકેત આપી રહ્યા છે.
ગ્રામીણ અર્થતંત્ર તંદુરસ્ત હોવાથી મજબુતાઈ મળી રહીછે. ત્રીજા ત્રિમાસીક ગાળામાં મૂડીખર્ચમાં વધારો જોવા મળી રહ્યો છે. વિશ્વના ભૌગોલીક ટેન્શન તથા સપ્લાય ચેઈનની અસરથી કેલેન્ડર વર્ષ 2024 માં ભારત પણ પ્રભાવીત થયુ હતું. રીપોર્ટમાં જણાવાયા પ્રમાણે મૂડી રોકાણમાં વધારો, આઈઆઈપી વૃધ્ધિ દર વધીને 4.3 ટકા થવા ઉદ્યોગો-સેવા ક્ષેત્રમાં તેજી સરકારનાં નીતિ વિષયક પગલા જેવા કારણોથી અર્થતંત્રને રફતાર મળતી રહેશે.
આંતર રાષ્ટ્રીય નાણા નિધિએ 2025 માં યુરો ક્ષેત્રનો વૃધ્ધિદર 1 ટકા, અમેરિકાનો 2.7 ટકા, બ્રિટનનો 1.6 ટકા તથા ચીનનો 4.6 ટકા રહેવાનું અનુમાન દર્શાવ્યુ છે. ભારતનો વૃધ્ધિદર 6.5 ટકા, રૂસનો 2.2 ટકા, દક્ષિણ આફ્રિકાનો 1.5 ટકા રહેવાનો અંદાજ છે.2024 થી 2026 માં ભારતીય જીડીપી 6.5 ટકાના દરે વધશે. બીજી તરફ એસએન્ડપી ગ્લોબલ રેટીંગ દ્વારા એમ કહેવાયું છે કે અમેરિકાની ટેરિફથી ભારતને અસર મર્યાદિત માત્રામાં જ થશે.કારણ કે ભારતીય અર્થતંત્ર નિકાસ પર ઓછુ નિર્ભર છે અને લોકલ ડીમાંડ પર આધારીત છે.
- Advertisement -
ભારત બે વર્ષમાં 6.7 થી 6.8 સુધી જીડીપી વૃધ્ધિદર હાંસલ કરશે.ઝવેરાત, ફાર્મા, કપડા તથા કેમીકલ્સ પર વધુ ટેરીફ લાગી શકે છે. જોકે જેનેરીક દવાને તેમાંથી મુકત રાખશે ગોલ્ડમેન સૈશના મત ભારતીય અર્થતંત્રને ટેરીફની અસર માત્ર 0.1 થી 0.6 ટકા જેવી રહી શકે છે.