અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સંધૂની સાથે થયેલા દુર્વ્યવહાર પર અમેરિકાની એક શિખ સંસ્થાએ આપત્તિ દર્શાવી છે. સંસ્થાએ કહ્યું કે, ગુરૂદ્વારા પ્રશાસનના આરોપોની સામે કાર્યવાહી કરવી જોઇએ. જણાવી દઇએ કે, દિવાળીના અવસર પર સંધૂ ન્યૂયોર્કના હિક્સવિલે ગુરૂદ્વારા ગયા હતા. અહિંયા એમની સાથે કેટલાક ખથાલિસ્તાની સમર્થકોએ ગેરવર્તુણક કરી હતી.
ગુરૂદ્વારાએ રાજનીતિના વિચારથી દુર રહેવું જોઇએ
મીડિયા રિપોર્ટસ અનુસાર, આ કેસમાં શીખ ઓફ અમેરિકાના સંસ્થાપક જસદીપ સિંહ જસ્સી અને અધ્યક્ષ કંવલજીત સિંહ સોનીએ કહ્યું કે, ગુરૂદ્વારા સાહિબ એક પૂજા સ્થળ છે. ગુરૂદ્વારાએ રાજનૈતિક વિચારોથી મુક્ત રહેવું જોઇએ. ન્યૂયોર્ક સહિત સમગ્ર અમેરિકામાં શીખ સમુદાય દ્વારા કોઇપણ દબાવ કે ડર વગર ગુરૂદ્વારામાં જઇ શકે. જેના માટે ગુરૂદ્વારા પ્રશાસને આરોપિઓ સામે કડક કાર્યવાહી કરવી જોઇએ. આરોપિઓએ ગુરૂદ્વારા સાહિબનો અનાદર કર્યો છે. આરોપિઓએ ગુરૂદ્વારા સાહિબની પવિત્રતાને ભંગ કરી છે. તેમણે કહ્યું કે, અમે લોન્ગ આઇલેન્ડમાં આવેલા ગુરૂદ્વારામાં એક શીખ ભક્ત અને અમેરિકામાં ભારતના રાજદૂત તરણજીત સિંધૂના અપમાનની કડક નિંદા કરી છે.
- Advertisement -
વીડિયો સોશ્યલ મીડિયમાં થયો વાયરલ
ખાલિસ્તાની સમર્થકોની સાથે તરણજીત સિંધૂની માથાકૂટનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં સંધીએ ખાલિસ્તાની સમર્થકોની સાથે ઝઘડો કરતા જોવા મળ્યા છે. ખાલિસ્તાની સમર્થકોએ એક સમૂહ તેમની સાથે ધક્કા-મુક્કી કરતો અને હરદીપ સિંહ નિજ્જર વિશે પ્રશ્નો કરતો જોવા મળે છે. ખઆલિસ્તાની સમર્થકોમાંનો એક વ્યક્તિ ગુરૂદ્વારા બહાર ખાલિસ્તાની ઝંડો પણ લહેરાવ્યો હતો.