ભારતે મહિલા એશિયા કપમાં થાઈલેન્ડને 9 વિકેટથી હરાવ્યું. આ ભારતની છઠ્ઠી મેચમાં પાંચમી જીત છે. ભારતે થાઈલેન્ડને 37 રન પર ઓલઆઉટ કર્યુ હતુ અને પછી જીતના લક્ષ્યને છઠ્ઠી ઓવરમાં 1 વિકેટ ગુમાવીને પ્રાપ્ત કર્યુ. ભારતીય ટીમ પહેલા જ સેમી ફાઈનલમાં પહોંચી ગઇ છે.
ભારતે મહિલા એશિયા કપમાં પોતાની પાંચમી મેચ જીતી. ભારતે થાઈલેન્ડને 10 વિકેટથી હાર આપી. આ જીતની સાથે ભારતીય ટીમે પોઈન્ટની સુચિમાં પોતાની સ્થિતિ મજબૂત કરી છે. હવે ભારતના 6 મેચમાંથી 10 પોઈન્ટ થયા છે. થાઈલેન્ડે આની પહેલા સતત ત્રણ મેચ જીતી હતી. થાઈલેન્ડે ગયા રવિવારે મલેશિયાને 50 રનથી હરાવ્યું હતુ. આની પહેલા 7 ઓક્ટોબરે યુએઈને 18 રન અને એક દિવસ પહેલા એટલેકે 6 ઓક્ટોબરે પાકિસ્તાનને 4 વિકેટથી હાર આપી. પરંતુ ભારતીય ટીમે તેનો વિજયી રથ અટકાવ્યો. ભારતે પહેલી સેમીફાઈનલમાં પોતાની જગ્યા પાક્કી કરી દીધી છે.
- Advertisement -
Sneh Rana bags the Player of the Match Award for her impressive three-wicket haul against Thailand as #TeamIndia register a clinical 9-wicket victory. 👏👏
Scorecard ▶️ https://t.co/1AVHjyOrSL…#AsiaCup2022 | #INDvTHAI pic.twitter.com/tBT0qD4g2f
— BCCI Women (@BCCIWomen) October 10, 2022
- Advertisement -
આ મેચમાં સ્મૃતિ મંધાનાએ ભારતીય ટીમની આગેવાની સંભાળી
થાઈલેન્ડ સામે એશિયા કપની આ મેચમાં કેપ્ટન હરમીનપ્રીત કૌર ના રમી. તેના સ્થાને સ્મૃતિ મંધાનાએ ભારતીય ટીમની આગેવાની સંભાળી. તેમના માટે પણ આ મેચ ખાસ હતી. આ મંધાનાની કારકિર્દીની 100મી ટી-20 હતી અને ટીમે આ જીતની ભેટ સાથે વધુ સ્પેશિયલ બનાવી. મંધાનાએ આ મેચમાં ટૉસ જીત્યો હતો અને પહેલા બોલિંગ પસંદ કરી. દીપ્તિ શર્માએ ત્રણ ઓવરમાં નથાકન ચંથમને ક્લીન બોલ્ડ કરી. ત્યારબાદ ભારતને બીજી સફળતા માટે 3 ઓવરની રાહ જોવી પડી. જો કે, તેની ધગશનુ ફળ મીઠુ રહ્યું.
WOMEN'S ASIA CUP. India Women Won by 9 Wicket(s) https://t.co/1AVHjyOrSL #INDvTHAI #AsiaCup2022
— BCCI Women (@BCCIWomen) October 10, 2022
થાઈલેન્ડે સતત બે બોલમાં 2 વિકેટ ગુમાવી
મેચમાં 7મી ઓવરમાં થાઈલેન્ડે સતત બે બોલમાં 2 વિકેટ ગુમાવી. પહેલા ચાયવઈ રન આઉટ થઇ અને બીજા બોલમાં સ્નેહ રાણાએ ચાનિદા સુથીરૂઆંગને આઉટ કરી. 20 રનના સ્કોરે 3 વિકેટ ગુમાવ્યાં બાદ થાઈલેન્ડની ટીમ મેચમાં વાપસી કરી શકી નથી અને બીજા 17 રનમાં બીજી 7 વિકેટ ગુમાવી. આ રીતે થાઈલેન્ડની આખી ટીમ 15.1 ઓવરમાં 37 રને ઓલઆઉટ થઇ ગઇ.