રાંચીમાં રમાયેલી બીજી વનડેમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 વિકેટથી પરાજય આપીને શ્રેણી જીતવાની આશા જીવંત રાખી છે.
શિખર ધવનની કેપ્ટનશિપવાળી ટીમ ઈન્ડિયાએ રવિવારે રાંચીમાં રમાયેલી ત્રણ મેચોની સિરીઝની બીજી વનડેમાં સાઉથ આફ્રિકાને સાત વિકેટે પરાજય આપીને સિરિઝ જીતવાની આશા જીવંત રાખી છે. પહેલા બેટિંગ કરીને સાઉથ આફ્રિકાની ટીમે નિર્ધારીત 50 ઓવરમાં 278 કર્યાં હતા. જીતવા માટેના 279 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલા ભારતની શરુઆત કંગાળ રહી હતી કારણ કે સુકાની શિખર ધવન (13) સતત બીજી મેચમાં સસ્તામાં આઉટ થયો હતો, જ્યારે થોડા સમય બાદ બીજો ઓપનર શુભમન ગીલ (28) સારી શરુઆતને મોટી ઈનિંગમાં ફેરવી શક્યો નહતો. ત્યાર બાદ ઈશાન કિશન અને શતકવીર શ્રેયસ અય્યરની જોડીએ તરખાટ મચાવ્યો હતો. ઈશાન કિશને 84 બોલમાં 93 રન તો શ્રેયસ અય્યરે અણનમ રહીને 111 બોલમાં 113 રન ફટકાર્યા હતા. અય્યર અને કિશનની વિસ્ફોટક બેટિંગને કારણે ભારતે 45.5 ઓવરમાં માત્ર 3 વિકેટ ગુમાવીને જીતનું લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
- Advertisement -
ભારત હવે શ્રેણીમાં 1-1થી બરોબરી પર, મંગળવારે દિલ્હીમાં અંતિમ મેચ રમાશે
આ સાથે ભારત હવે શ્રેણીમાં 1-1થી બરોબરી પર આવી ગયું છે. મંગળવારે દિલ્હીમાં અંતિમ અને નિર્ણાયક મેચ રમાશે.
ઈશાન-શ્રેયસની વિસ્ફોટક ઈનિંગ
- Advertisement -
સાઉથ આફ્રિકાએ આ મેચમાં ટીમ ઇન્ડિયાની સામે 279 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ 44.5 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. ટીમ ઈન્ડિયા તરફથી ઈશાન કિશને 84 બોલમાં 93 રન બનાવ્યા હતા, જ્યારે શ્રેયસ અય્યરે 111 બોલમાં અણનમ 113 રન બનાવ્યા હતા. બંને ખેલાડીઓએ ત્રીજી વિકેટ માટે 155 બોલમાં 161 રનની ભાગીદારી કરી હતી.
આફ્રિકાએ પહેલા બેટિંગ કરીને 50 ઓવરમાં કર્યાં 278 રન
આ મેચમાં કેશવ મહારાજે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એડન માર્કરામ (79) અને રીઝા હેન્ડ્રિક્સ (74)એ અડધી સદી ફટકારી હતી અને બંને વચ્ચે ત્રીજી વિકેટ માટે 129 રનની ભાગીદારી કરતાં સાઉથ આફ્રિકાએ ત્રણ મેચની શ્રેણીની બીજી વન-ડેમાં ભારત સામે પ્રથમ બેટિંગ કરતાં સાત વિકેટે 278 રન નોંધાવ્યા હતા. હેન્ડ્રિક્સે તેની 76 બોલની ઇનિંગમાં નવ ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો જ્યારે માર્કરામે 89 બોલની ઇનિંગ દરમિયાન સાત ચોગ્ગા અને એક છગ્ગો ફટકાર્યો હતો.
#INDvsSA 2nd ODI | India (282/3) beat South Africa by 7 wickets. Shreyas Iyer 113*, Ishan Kishan 93.
India level three-match ODI series 1-1.
(Source: BCCI) pic.twitter.com/iaPIwjqUxy
— ANI (@ANI) October 9, 2022
મોહમ્મદ સિરાજનો તરખાટ, 38 રન આપીને ઝડપી 3 વિકેટ
મેચની શરૂઆતી અને અંતિમ ઓવરમાં ભારતીય બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી જેમાં મોહમ્મદ સિરાજે સૌથી વધુ પ્રભાવિત કર્યા હતા. સિરાજે 10 ઓવરમાં 38 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. વોશિંગ્ટન સુંદર (1/60), નવોદિત ખેલાડી શાહબાઝ અહેમદ (1/54), કુલદીપ યાદવ (1/49) અને શાર્દુલ ઠાકુર (1/36)એ પણ એક-એક વિકેટ ઝડપી હતી.
પહેલી વનડેમાં આફ્રિકાએ ભારતનો હરાવ્યું હતું
ઉલ્લેખનીય છે કે સિરિઝની પહેલી વનડેમાં સાઉથ આફ્રિકાએ ભારતને પરાજય આપ્યો હતો અને તે 1-0થી આગળ થયું હતું પરંતુ હવે બીજી વનડેમાં જીત સાથે ભારત પણ 1-1થી આફ્રિકાની હરોળમાં આવી ગયું છે.