ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બીજી ટી20 મેચમાં ઇંગ્લેન્ડને ૮ વિકેટથી માત આપી. ઓપનર સ્મૃતિ મંધાનાએ ડર્બી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમવામાં આવેલા આ મુકાબલામાં ૭૯ રન બનાવ્યા. 149.06ની સ્ટ્રાઈક રેટથી રમતા ૫૩ બોલમાં 13 ચોક્કા ફટકાર્યા. ઇંગ્લેન્ડ મહિલા ટીમે પહેલા બેટિંગ કરીને માત્ર 6 વિકેટ પર ૧૪૨ રન બનાવ્યા. ભારતીય ટીમે ૧૪૩ રનનાં લક્ષ્યને 16.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને મેળવી લીધું.
સ્મૃતિની કમાલ
ભારતીય ટીમ માટે સ્મૃતિ મંધાનાએ ઓપનીંગની જવાબદારી સંભાળી હતી. તેમણે શેફાલી વર્મા સાથે પહેલી વિકેટ પહેલા 55 રન બનાવ્યા. શેફાલીએ 17 બોલમાં 4 ચોક્કા ફટકારીને 20 રન બનાવ્યા. પછી ડી હેમલતા સાથે સ્મૃતિ મંધાનાએ બીજી વિકેટ પહેલા 22 રનની ભાગીદારી કરી. ત્યાર બાદ ટીમની કોઈ વિકેટ ન પડી અને સ્મૃતિ મંધાનાએ કેપ્ટન હરમનપ્રીત કૌર સાથે મળીને 22 બોલ પર 29 રન બનાવ્યા જેમાં 4 ચોક્કા સામેલ હતા. બંનેએ ત્રીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરી.
- Advertisement -
ઇંગ્લેન્ડની ખરાબ શરૂઆત
આ મુકાબલામાં ઇંગ્લેન્ડની કેપ્ટન એમી જોન્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે તેમનો આ નિર્ણય સાચો સાબિત ન થયો અને દાવની બીજી જ ઓવરમાં દીપ્તિ શર્માનાં બોલ પર ઓપનર સોફિયા ડંકલે આઉટ થઇ ગઈ. પછીની ઓવરમાં પેસર રેણુકા સિંહે ડેનિયલ વોટને પવેલિયન મોકલી. ઇંગ્લેન્ડની અડધી ટીમ 54 રન સુધીમાં પવેલિયન પછી ફરી હતી.