ભારત જ્યાંથી પણ “શ્રેષ્ઠ સોદો” મળશે ત્યાંથી તેલ ખરીદશે: ભારતીય રાજદૂતે યુએસ ટેરિફને “અન્યાયી, ગેરવાજબી” ગણાવી ટીકા કરી
ભારતે વારંવાર રશિયા પાસેથી તેલની આયાતનો બચાવ કર્યો છે, અને દલીલ કરી છે કે તેની આર્થિક સ્થિરતા માટે પોષણક્ષમ ઊર્જાની ઉપલબ્ધતા મહત્વપૂર્ણ છે. અધિકારીઓએ એ પણ નિર્દેશ કર્યો છે કે યુએસ અને યુરોપિયન રાષ્ટ્રો સહિત અન્ય દેશો મોસ્કો સાથે અમુક સ્તરે વેપાર ચાલુ રાખે છે.
- Advertisement -
અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફ સંપૂર્ણપણે ખોટો નિર્ણય
એક મીડિયા ઈન્ટરવ્યુમાં ભારતીય વિનયે કુમારે કહ્યું ‘ભારત 1.4 અબજ લોકોના હિતોનું સંપૂર્ણ ધ્યાન રાખશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા લાદવામાં આવેલા 50 ટકા ટેરિફ પછી પણ સરકાર ભારતીયોના હિતોની સેવા કરવાથી પાછળ હટશે નહીં અને હંમેશા રાષ્ટ્રીય હિતને પ્રાથમિકતા આપશે.’
ભારતીય રાજદૂત વિનય કુમારે કહ્યું કે ‘દુનિયામાં કોઈપણ વેપાર સારી ડીલ અને આર્થિક પરિસ્થિતિઓ પર આધારિત હોય છે. તેથી વધુ સારી ડીલ અને આયાતની દ્રષ્ટિએ જે યોગ્ય હશે તે કરવામાં આવી રહ્યું છે. ભારતીય ક્રૂડ કંપનીઓ જ્યાંથી પણ સારી ડીલ મળી રહી છે, ત્યાંથી ખરીદી કરવાનું ચાલુ રાખશે. આ વર્તમાન પરિસ્થિતિ છે. ભારત અને રશિયા વચ્ચેનો વેપાર પરસ્પર સમજણ અને બંને બાજુના લોકોની સામાન્ય લાગણીઓ પર આધારિત છે. આ બંને દેશોના ભલા માટે છે અને તે બજારથી સંપૂર્ણપણે ઉપર પણ છે.’
- Advertisement -
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું અને કહ્યું હતું કે, ‘અમે અમારી વેપાર નીતિ, ખેડૂતોના હિતો અને સાર્વભૌમત્ત્વ પર કોઈપણ સમાધાન સ્વીકારીશું નહીં. સરકાર આ હિતોને પૂર્ણ કરવા માટે જે કંઈ કરવું પડશે તે કરશે.’




