સિંગાપોરમાં ફોર્બ્સ વૈશ્ર્વિક સીઇઓ પરિષદમાં ગૌતમ અદાણીનું સંબોધન
ભારત અતુલ્ય તકોથી ભરેલું છે, વાસ્તવિક ભારતની વૃદ્ધિની વાત હમણાં જ શરૂ થઈ રહી છે, ભારતના આર્થિક પુનરુત્થાન અને વિશ્ર્વની સૌથી મોટી અને સૌથી યુવા લોકશાહી ઓફર કરતી અવિશ્ર્વસનીય મલ્ટિ-ડેક ટેઈલ વિન્ડને સ્વીકારવા કંપનીઓ માટે આ શ્રેષ્ઠ વિન્ડો છે, વિશ્ર્વ પર તેની અસર માટે ભારતના આગામી ત્રણ દાયકા સૌથી નિર્ણાયક વર્ષ હશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
સિંગાપોરમાં 20મી ફોર્બ્સ ગ્લોબલ સીઇઓ પરિષદમાં હાજરી આપતાં દુનિયાનાં સૌથી ધનવાન ઉદ્યોગપતિ અગ્રણી ગૌતમ અદાણીએ ભારતની વિકાસયાત્રા ઉપર વિશ્વાસ પ્રગટ કરતાં કહ્યું હતું કે, વૈશ્વિક અનિશ્ચિતતાઓ ભારત માટે નવી તકો લઈને આવી રહી છે. તેમણે આગામી 2પ વર્ષની કલ્પના કરતાં કહ્યું હતું કે, આટલા સમયમાં ભારત પૂર્ણ સાક્ષર દેશ બની જશે અને ભારત 20પ0 પહેલા ગરીબીમુક્ત દેશ પણ હશે. અદાણીએ આગળ કહ્યું હતું કે, માત્ર 36 મહિનામાં આપણી દુનિયા બદલાઈ જશે એવી કોણે કલ્પના કરી હશે ? માંગમાં સમાંતર ઉછાળો – અને – સંકુચિત પુરવઠાથી સર્જાયેલી અભૂતપૂર્વ જટિલતા છેલ્લા ચાલીસ વર્ષોમાં અદ્રશ્ય ફુગાવાના સ્તર તરફ દોરી જાય છે. અનેક ફેડરલ બેંકો અકલ્પ્યનિય કામકાજ કરી રહી છે’ વ્યાજ દરો એટલા વધારી દે છે કે તેઓ અર્થતંત્રને મંદીમાં ધકેલી શકે છે. આ આજની વાસ્તવિકતા છે.
તેમણે આગળ ભારત વિશે વાત કરતાં કહ્યું હતું કે, એવું કબૂલ કરનાર હું પ્રથમ વ્યક્તિ હોઈશ કે આપણે સંપૂર્ણતાથી દૂર છીએ. અલબત્ત હું એ પણ દાવો કરું છું કે ભારતની લોકશાહીનો સાર તેની અપૂર્ણતામાં રહેલો છે. ભારત હમણાં જ વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ગયું છે અને એ પણ હકીકત છે કે ભારત 2030 સુધીમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના માર્ગ ઉપર છે. સ્વતંત્રતાના 75માં વર્ષથી આઝાદીના 100માં વર્ષ તરફ જઇ રહ્યો છે. હવે આગામી 25 વર્ષની કલ્પના કરું તો આ સમયગાળા દરમિયાન, ભારત સાક્ષરતાનું આરામથી 100% સ્તર ધરાવતો દેશ બની જશે. ભારત પણ 2050 પહેલા ગરીબી મુક્ત હશે. આપણે 2050માં પણ માત્ર 38 વર્ષની સરેરાશ વય ધરાવતો દેશ હશું અને વિશ્વમાં સૌથી વધુ વપરાશ કરતા મધ્યમ વર્ગ ધરાવતો દેશ હશું. એક ગ્રુપ તરીકે અમે આગામી દાયકામાં 100 અબજ ડોલરથી વધુ મૂડીનું રોકાણ કરીશું. અમે આ રોકાણના 70% એનર્જી ટ્રાન્ઝિશન સ્પેસ માટે ફાળવ્યા છે.
જો કે જ્યારે અમે આ અનન્ય મહત્ત્વાકાંક્ષી એનર્જી ટ્રાન્ઝીશન સફર હાથ ધરીએ છીએ ત્યારે અમે એ પણ સુનિશ્ચિત કરીએ છીએ કે અમારા લક્ષ્યો રાષ્ટ્રીય જરૂરિયાતો સાથે સમાન રહે. આજે પણ’ વિશ્વની 16% વસ્તી ધરાવતું ભારત ઈઘણ ઉત્સર્જનમાં 7%થી ઓછો હિસ્સો ધરાવે છે જે ગુણોત્તર સતત ઘટી રહ્યો છે.
જ્યારે મેં અદાણીના રિન્યુએબલ અને ડિજિટલ વ્યવસાયો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે ત્યારે અદાણી ગૃપના એકબીજાની નજીકના વ્યવસાયોના સમૂહ તરીકે તે વિશાળ નેટવર્કની જેમ કાર્ય કરે છે. આ સંલગ્નતા-આધારિત બિઝનેસ મોડલ અમારી વ્યૂહાત્મક દિશાની જડને વ્યાખ્યાયિત કરે છે. હું વિગતે જણાવું તો.
- Advertisement -
-અમે 25% પેસેન્જર ટ્રાફિક અને 40% એર કાર્ગો સાથે દેશના સૌથી મોટા એરપોર્ટ ઓપરેટર છીએ.
-અમે 30% રાષ્ટ્રીય બજારમાં હિસ્સા સાથે ભારતમાં સૌથી મોટી પોર્ટ્સ અને લોજિસ્ટિક્સ કંપની છીએ.
– અમે વીજળી ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણ, કગૠ અને કઙૠ ટર્મિનલ, સિટી ગેસ અને પાઇપ્ડ ગેસ વિતરણમાં ફેલાયેલા ભારતના સૌથી મોટા સંકલિત એનર્જી પ્લેયર છીએ.
-અમે અદાણી વિલ્મરના ઈંઙઘને પગલે સૌથી વધુ મૂલ્ય ધરાવતી ઋખઈૠ કંપની છીએ.
-અમે ડેટા સેન્ટર્સ, સુપર એપ્સ, ઇન્ડસ્ટ્રીઅલ ક્લાઉડ, એરોસ્પેસ અને સંરક્ષણ, મેટલ્સ અને પેટ્રોકેમિકલ્સને સમાવતા નવા ક્ષેત્રોમાં અમારો ભાવિ પંથ જાહેર કર્યો છે.
– અમે દેશના બીજા સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક છીએ.
– અમારું માર્કેટ કેપ 260 બિલિયન ડોલર છે જે ભારતમાં કોઈપણ કંપની કરતાં વધુ ઝડપથી વિકસ્યું છે.
હું જે મુદ્દો કહેવા માંગુ છું તે એ છે કે – ભારત અતુલ્ય તકોથી ભરેલું છે. વાસ્તવિક ભારતની વૃદ્ધિની વાત હમણાં જ શરૂ થઈ રહી છે. ભારતના આર્થિક પુનરુત્થાન અને વિશ્ર્વની સૌથી મોટી અને સૌથી યુવા લોકશાહી ઓફર કરતી અવિશ્વસનીય મલ્ટિ-ડેક ટેઈલ વિન્ડને સ્વીકારવા કંપનીઓ માટે આ શ્રેષ્ઠ વિન્ડો છે. વિશ્વ પર તેની અસર માટે ભારતના આગામી ત્રણ દાયકા સૌથી નિર્ણાયક વર્ષ હશે.
હું એમ કહીને મારું વક્તવ્ય સમાપ્ત કરું છું કે મારા મંતવ્યો અસાધ્ય આશાવાદી હોવાના કારણે આવે છે. આ આશાવાદ મારા સઢનો પવન છે જેણે ભારતના અમારા વ્યવસાયને સૌથી મૂલ્યવાન વ્યવસાય બનાવ્યો છે. તે અગ્નિ છે જે ભારતની વૃદ્ધિની ગાથામાં મારી માન્યતાને ભડકાવે છે. તે ગગનમાં બ્લ્યુ છે જેને હિન્દુસ્તાનીઓ અમર્યાદનું પ્રતીક માને છે.
લોકશાહી જેનો સમય પાકી ગયો છે તેને રોકી શકાતો નથી અને ભારતનો સમય આવી ગયો છે. હું નિષ્ઠાપૂર્વક માનું છું કે વૈશ્વિક વ્યવસ્થા માટે માત્ર આ ખુશીના સમાચાર હોઈ શકે છે. આર્થિક રીતે એક સફળ લોકશાહી દેશ તરીકે ભારત ઉદાહરણ બની દોરી જાય છે.