ભારતે બનાવેલા 438 રનના જવાબમાં વિન્ડિઝે બીજા દિવસે એક વિકેટે 86 રન બનાવ્યા: કોહલીના 121 ઉપરાંત જાડેજાએ બનાવ્યા 61 રન; બન્ને વચ્ચે 159 રનની શાનદાર ભાગીદારી: અંતમાં આવીને અશ્વિને 59 રન ઝૂડતાં વિન્ડિઝના બોલરો હાંફી ગયા: ભારત કરતાં વિન્ડિઝ હજુ 352 રન પાછળ
ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે શ્રેણીની બીજી મેચ રમાઈ રહી છે. રમતના બીજા દિવસે ભારતીય ટીમનો દબદબો તો જોવા મળ્યો જ છે સાથે સાથે વિન્ડિઝે પણ અંતમાં પોતાની બેટિંગથી વાપસી કરવાનો પ્રયાસ કર્યા છે. ભારત 438 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું જ્યારે વિન્ડિઝે બીજા દિવસની રમતના અંત સુધી એક વિકેટના નુકસાન પર 86 રન બનાવી લીધા છે.
- Advertisement -
Trinidad experienced a majestic Virat Kohli hundred …👏
…and the joy in the stands knew no bounds ☺️#TeamIndia | #WIvIND | @imVkohli pic.twitter.com/xmZcEek0ee
— BCCI (@BCCI) July 22, 2023
- Advertisement -
મેચના પહેલાં દિવસે ટીમ ઈન્ડિયાના રન મશીન વિરાટ કોહલી 87 રન બનાવીને અણનમ રહ્યા હતા અને બીજા દિવસે તેમણે આવતાંની સાથે જ સદી ફટકારી 1677 દિવસના ઈન્તેજારનો અંત આણ્યો છે.
વિરાટ કોહલીએ વિન્ડિઝ વિરુદ્ધ પોતાની આંતરરાષ્ટ્રીય કરિયરની 76મી અને ટેસ્ટમાં 29મી સદી બનાવી છે. કિંગ કોહલીએ રમેલી 121 રનની ઈનિંગમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા. કોહલીના બેટમાંથી વિદેશની ધરતી પર અંદાજે પાંચ વર્ષ બાદ આ પહેલી સદી હતી. તેણે આ પહેલાં 2018માં ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પર્થમાં સદી બનાવી હતી. 2023માં કોહલીની આ ત્રીજી સદી હતી. વિરાટે પહેલી ટેસ્ટમાં પણ 76 રનની ઈનિંગ રમી હતી પરંતુ સદી સુધી પહોંચી શક્યો ન્હોતો.
ભારતીય ટીમના સ્ટાર ઑલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ વિરાટ કોહલીનો બખૂબી સાથ નીભાવ્યો અને પોતાની ફિફટી પૂર્ણ કરી હતી. કોહલી અને જાડેજા વચ્ચે 159 રનની શાનદાર ભાગીદારી થઈ હતી. જાડેજાએ પાંચ ચોગ્ગાની મદદથી 151 બોલનો સામનો કરીને 61 રન બનાવ્યા હતા. કોહલી-જાડેજા બાદ અંતમાં આવીને આર.અશ્વિને પણ સૌનું દિલ જીતી લીધું હતું.
Stumps on Day 2 of the second Test!
An exciting Day 3 awaits! 👏 👏
Scorecard ▶️ https://t.co/d6oETzoH1Z #TeamIndia | #WIvIND pic.twitter.com/DS0CqS0e9i
— BCCI (@BCCI) July 21, 2023
તેણે ફરીવાર સાબિત કર્યું કે તે બોલરોની સાથે સાથે એક ગજબનો બેટર પણ છે. તેણે 78 બોલમાં આઠ ચોગ્ગા ફટકારીને 56 રન બનાવ્યા હતા. અશ્વિનના રૂપમાં અંતિમ વિકેટ પડ્યા બાદ ટીમ ઈન્ડિયા 438 રન બનાવીને આઉટ થઈ હતી.
વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ ટીમને મેચના બીજા દિવસે માત્ર 41 ઓવર રમવા મળી હતી. એ 41 ઓવરમાં કેરેબિયન ટીમે ભારતીય બોલરોને સારા એવા થકાવ્યા હતા ! દિવસ સમાપ્ત થવા સુધી તેની માત્ર એક વિકેટ પડી અને 86 રન બની ગયા છે. આ એકમાત્ર વિકેટ રવીન્દ્ર જાડેજાએ ખેડવી હતી. તેણે તેજનારાયણ ચંદ્રપોલને 33 રને આઉટ કર્યોહતો. દિવસની રમતના અંત સુધીમાં વિન્ડિઝ વતી ક્રેગ બેથવેટ 37 અને કિર્ક મેકેન્ઝી 14 રન બનાવીને રમતમાં છે.