મોદી અને ક્રાઉન પ્રિન્સ વચ્ચે મહત્ત્વની મંત્રણા
ખાસ-ખબર સંવાદદાતા
જર્મનીના મ્યૂનિચમાં ૠ-7ની મહત્ત્વની શિખરમાં હાજરી આપીને પાછા ફરતી વખતે ભારતનાં પીએમ મોદીએ ઞઅઊમાં ટૂંકું રોકાણ કર્યું હતું. તેઓ ઞઅઊના ક્રાઉન પ્રિન્સ અને નવા શાસક શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનને મળ્યા હતા. બંને નેતાઓએ ભારત અને ઞઅઊ વચ્ચે દ્વિપક્ષીય સહયોગ વધુ ગાઢ અને મજબૂત કરવા પર ભાર મૂક્યો હતો.
- Advertisement -
પ્રોટોકોલને કોરાણે મૂકીને પીએમ મોદીને આવકારવા ક્રાઉન પ્રિન્સ એરપોર્ટ પર આવ્યા હતા જ્યાં બંને નેતાઓ ઉષ્માભરી રીતે એકબીજાને ભેટયા હતા. અબુધાબીના નવા શાસક બનવા અંગે મોદીએ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાનને અભિનંદન પાઠવ્યા હતા.
પીએમ મોદીએ ઞઅઊનાં પૂર્વ શાસક શેખ ખલિફા બિન ઝાયેદ અલ નાહ્યાનનાં નિધન અંગે રાજવી પરિવાર તેમજ પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન સમક્ષ વ્યક્તિગત શોક વ્યક્ત કર્યો હતો અને પરિવારને દિલસોજી પાઠવી હતી. રાજવી પરિવારનાં પૂર્વ શાસકનું ગયા મહિને નિધન થયું હતું.