ભારતના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ અંડર-19 એશિયા કપમાં યુએઈ સામેની મેચમાં ધુંઆધાર બેટિંગ કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. વૈભવ સૂર્યવંશી એક જ મેચમાં 14 છગ્ગા ફટકાર્યા. 56 બોલમાં સદી ફટકારી અને કુલ 171 રન ફટકાર્યા હતા. તે અંડર-19 કપમાં એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારો ખેલાડી બની ગયો છે.
વૈભવ સૂર્યવંશીએ ઈતિહાસ રચ્યો
- Advertisement -
યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ ACC મેન્સ અંડર-19 એશિયા કપમાં પોતાની વિસ્ફોટક સદી દરમિયાન અનેક રેકોર્ડ તોડ્યા. તે મેન્સ અંડર-19 એશિયા કપમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર બન્યો. આ ઉપરાંત અંડર-19 એશિયા કપમાં એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર પણ બન્યો. વૈભવે એક ઈનિંગમાં 14 છગ્ગા ફટકાર્યા. એશિયા યુથ/અંડર-19 કપમાં એક ઇનિંગમાં સૌથી વધુ છગ્ગા મારવાનો રેકોર્ડ પણ દરવેશ રસૂલીના નામે હતો. વર્ષ 2017માં દરવેશ રસૂલીએ 105 રનની ઈનિંગમાં 10 છગ્ગા માર્યા હતા.
અંડર-19 એશિયા કપમાં સૌથી વધુ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ અફઘાનિસ્તાનના બેટર દરવેશ રસૂલીએ કુલ 22 છગ્ગા ફટકાર્યાં હતા. જો કે, વૈભવ સૂર્યવંશીએ એક જ ઈનિંગમાં 14 છગ્ગા ફટકારીને આ રેકોર્ડ તોડી નાખ્યો છે. તે હવે અંડર-19 એશિયા કપમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર બની ગયો છે, તેના નામે કુલ 26 છગ્ગા છે.
અંડર-19 એશિયા કપમાં 150 પ્લસ રન બનાવનાર ત્રીજો બેટર
- Advertisement -
14 વર્ષીય વૈભવ સૂર્યવંશી અંડર-19 એશિયા કપમાં 150 પ્લસ રન બનાવનાર વિશ્વનો ત્રીજો બેટર બન્યો. યુએઈના આર્યન સક્સેનાએ 150 રન બનાવ્યા હતા, જ્યારે બાંગ્લાદેશના સૌમ્ય સરકારે 2012માં કતાર સામે 209 રન બનાવ્યા હતા. તે અંડર-19 એશિયા કપમાં સૌથી વધુ ઈનિંગ્સ રમનાર બીજો બેટર પણ બન્યો હતો.
વૈભવ સૂર્યવંશીએ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
યૂથ વનડેમાં યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી સૌથી વધુ છગ્ગા ફટકારનાર બેટર બન્યો છે. તેણે ઓસ્ટ્રેલિયાના માઈકલ હિલનો રેકોર્ડ તોડ્યો. હિલે યૂથ વનડે ઇનિંગમાં કુલ 12 છગ્ગા ફટકાર્યા હતા. ત્યારે વૈભવે તેની 171 રનની ઇનિંગમાં 14 છગ્ગા ફટકાર્યા. તેણે માત્ર 95 બોલમાં 171 રન બનાવ્યા, જેમાં 9 ચોગ્ગા અને 14 છગ્ગા ફટકાર્યા. માઈકલે 2008માં નામિબિયા સામેની મેચમાં 12 છગ્ગા ફટકારીને આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
વૈભવ સૂર્યવંશી વર્ષ 2025માં આઈપીએલમાં સદી, આઈપીએલમાં ભારતીય દ્વારા સૌથી ઝડપી સદી, ઈંગ્લેન્ડમાં યુવા વનડેમાં સદી, ઓસ્ટ્રેલિયામાં યુવા ટેસ્ટમાં સદી, ભારત A માટે 32 બોલમાં સદી, એસએમએટીમાં સદી, અંડર-19 એશિયા કપમાં ભારત માટે સદી ફટકારી છે.
યૂથ વનડેમાં ત્રીજી સૌથી ઝડપી સદી
ઉલ્લેખનીય છે કે, વૈભવ સૂર્યવંશીએ 56 બોલમાં સદી ફટકારી, યુવા વનડેમાં ત્રીજી સૌથી ઝડપી સદીનો રેકોર્ડ બનાવ્યો. આ પહેલા વૈભવે ઈંગ્લેન્ડ સામે માત્ર ૫૨ બોલમાં સદી ફટકારવાની સિદ્ધિ મેળવી હતી. આ સંદર્ભમાં બીજા ક્રમે પાકિસ્તાનનો કામરાન ગુલામ છે, જેણે 53 બોલમાં સદી પૂરી કરી હતી. વર્ષ 2025માં વૈભવની આ છઠ્ઠી સદી છે અને લિસ્ટ એ કરિયરમાં આ બીજી સદી છે.




