ત્રણેય સેનાઓને મળશે, મેન્ટેનન્સ ફેસિલિટી દેશમાં જ બનાવવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.15
- Advertisement -
અમેરિકા અને ભારત વચ્ચે મંગળવારે 32 હજાર કરોડ રૂપિયાની ડિફેન્સ ડીલ ફાઈનલ થઈ ગઈ છે. આ અંતર્ગત ભારત અમેરિકા પાસેથી 31 પ્રિડેટર ((MQ-9B હન્ટર કિલર ડ્રોન) ડ્રોન ખરીદશે. આ અમેરિકન ખચ-9 રીપર ડ્રોનનું એક પ્રકાર છે. આ ડ્રોન ત્રણેય સેનાઓને આપવામાં આવશે. તેની જાળવણી અને સમારકામ માટે દેશમાં એક સુવિધા બનાવવામાં આવશે. સંરક્ષણ અધિકારીએ સમાચાર એજન્સી અગઈંને જણાવ્યું કે બંને દેશોના વરિષ્ઠ અધિકારીઓએ મંગળવારે આ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. ગયા અઠવાડિયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિની બેઠકમાં આ ડીલને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. અમેરિકાની ચૂંટણીના એક અઠવાડિયા પહેલા ભારતે અમેરિકા સાથે આ કર્યું છે. 15 ડ્રોન નેવી અને બાકીના આર્મી-એરફોર્સ વચ્ચે વિતરણ કરવામાં આવશે અમેરિકાનું જનરલ એટોમિક્સ આ ડ્રોન ભારતને આપશે.
તેઓને INS રાજાની ચેન્નાઈ, પોરબંદર અને ગુજરાતમાં સરસાવામાં તૈનાત કરવામાં આવશે. આ સિવાય તેને યુપીના ગોરખપુરમાં પણ તૈનાત કરવામાં આવશે. ભારતીય નૌકાદળને 15 સી ગાર્ડિયન ડ્રોન મળશે. એરફોર્સ અને આર્મીને આવા 8-8 ડ્રોન મળશે.