પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ 227 રન કર્યા હતા, પણ ભારતીય ટીમને તેનો પીછો કરતાં 49 રનથી હાર મળી છે.
આજે ઈન્દોરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રીજી T20 મેચ રમાઈ હતી. જેમાં દ.આફ્રિકાના ધુરંધરો આગળ ભારતીય બોલરો ફિક્કા પડ્યા હતા. 227 રનને ચેઝ કરવા જતા ભારતીય બેસ્ટમેનોના પરસેવા છૂટી ગયા હતા. અને મેચ 49 રને ગુમાવી દીધી હતી.
- Advertisement -
.. પણ સિરીઝ 2-1થી કબજે કરી
T20 વર્લ્ડ કપના થોડા સમય પહેલા ભારતે દક્ષિણ આફ્રિકાને T20 શ્રેણીમાં 2-1થી માત આપી દીધી કહે. ઈન્દોરમાં રમાયેલી શ્રેણીની છેલ્લી T20 મેચમાં ભારતનો 49 રને પરાજય થયો હતો. 228 રનનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયા માત્ર 178ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી અને આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ ક્લીન સ્વીપથી પોતાને ઉગારી લીધું હતું. ટીમ ઈન્ડિયા ભલે ઈન્દોર T20 મેચ હારી ગઈ હોય, પરંતુ સિરીઝ 2-1થી કબજે કરી લીધી છે. આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને ઘરઆંગણે ટી-20 શ્રેણીમાં હરાવ્યું હોય. આ ઈતિહાસ કેપ્ટન રોહિત શર્માના નેતૃત્વમાં રચાયો છે.
South Africa finish the series on a high with a comprehensive win over India 👏#INDvSA | 📝 Scorecard: https://t.co/Za8J5e3abK pic.twitter.com/dBzBgSs3fe
— ICC (@ICC) October 4, 2022
- Advertisement -
રિલે રોસોએ ફટકારી સદી
દક્ષિણ આફ્રિકા માટે આ મેચમાં રિલે રોસોએ કમાલ કરી બતાવ્યો છે, તેણે પોતાની T20 કારકિર્દીની પ્રથમ સદી ફટકારી છે. ઈન્દોરના નાનકડા મેદાનમાં ભારતીય બોલરોએ ખૂબના રન લુટાવ્યા હતા. પહેલા ક્વિન્ટન ડી કોકે શાનદાર બેટિંગ કરી અડધી સદી ફટકારી હતી. ત્યારબાદ રોસોની સદીએ આફ્રિકાને મોટો સ્કોર ખડકી દેવામાં મદદ કરી હતી.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત
રોહિત શર્મા (C), રિષભ પંત (WC), શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, દિનેશ કાર્તિક, દીપક ચહર, હર્ષલ પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ
સાઉથ આફ્રિકા
ટેમ્બા બાવુમા (C), ક્વિન્ટન ડિકોક, રિલી રોસો, એડન માર્કરમ, ડેવિડ મિલર, ટ્રિસ્ટન સ્ટબ્સ, ડ્વેઇન પ્રિટોરિયસ, વેઈન પર્નેલ, કેશવ મહારાજ, કાગિસો રબાડા, લુંગી એનગિડી