ભારતે એક ધમાકેદાર સિદ્ધી હાંસલ કરીને મોટું મિશન પાર પાડ્યું છે. ભારતે 4000 કિમી દૂરની રેન્જ ધરાવતી અગ્નિ-4 મિસાઈલનું સફળ પરીક્ષણ કરી લીધું છે. અગ્નિ-4 મિસાઈલ પરમાણ શસ્ત્રો લઈ જવા પણ સક્ષમ છે.
- Advertisement -
સંરક્ષણ મંત્રાલયે કરી જાહેરાત
સંરક્ષણ મંત્રાલયે એવી માહિતી આપી તે ભારતે અગ્નિ-4 મિસાઈલનું સફળ પરીક્ષણ પૂર્ણ કરી લીધું છે. મંત્રાલયે કહ્યું કે અગ્નિ-4 મિસાઈલે તમામ માપદંડો પૂરા કરી લીધા છે. સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે આજે એટલે કે 6 જૂને ઓડિશાના એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી તેનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
- Advertisement -
અગ્નિ-4 મિસાઈલની ખાસિયતો
4000 કિમી દૂર ત્રાટકી શકે છે
પરમાણુ હથિયારો લઈ જઈ શકે છે
અગ્નિ-4 મિસાઈલ અગ્નિ સિરિઝની મિસાઈલમાં ચોથી
DRDOએ સ્વદેશી ધોરણે તૈયાર કરી છે.
A successful training launch of an Intermediate-Range Ballistic Missile, Agni-4, was carried out at approximately 1930 hours today from APJ Abdul Kalam Island, Odisha. The launch validated all operational parameters as also the reliability of the system: Defence Ministry pic.twitter.com/bcwOs2KkXU
— ANI (@ANI) June 6, 2022
એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી પરીક્ષણ કરવામાં આવ્યું
મંત્રાલયે જણાવ્યું હતું કે, “મધ્યમ રેન્જની બેલેસ્ટિક મિસાઇલ અગ્નિ-4નું સોમવારે સાંજે લગભગ 7.30 વાગ્યે ઓડિશાના એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું.”
મિસાઈલનું વજન 17 હજાર કિલો છે
તમને જણાવી દઈએ કે અગ્નિ 4 ભવિષ્યમાં ભારતીય સેનાને વધુ તાકાત આપશે. આ બેલેસ્ટિક મિસાઈલનું કુલ વજન 17000 કિલોગ્રામ છે અને તેની કુલ લંબાઈ 20 મીટર છે. અગ્નિ-4 પરમાણુ હથિયારો લઈ જવા માટે સક્ષમ છે અને તે 900 કિમીની ઉંચાઈ સુધી ઉડી શકે છે.
Successful test of Agni 4 reaffirms India's policy of having 'credible minimum deterrence' capability: Defence ministry
— Press Trust of India (@PTI_News) June 6, 2022
અગ્નિ-5 બેલાસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ થઈ ચૂક્યું છે
ઉલ્લેખનીય છે કે આ પહેલા ભારત પરમાણુ હથિયાર લઈ જવા સક્ષમ જમીન પરથી જમીન પર ત્રાટકનાર અગ્નિ-5 બેલાસ્ટિક મિસાઈલનું પણ સફળ ટ્રાયલ કરી ચૂક્યું છે. આ મિસાઈલની મારક ક્ષમતા 5000 કિલોમીટર છે.