હોટેલમાં આવતા તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે, શ્રીલંકાની ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં રોકાશે
ઇન્ડિયન ટીમનું સયાજી હોટલમાં ગરબા સાથે સ્વાગત કરાશે, કેપ્ટન હાર્દિક પંડ્યાને તેની ફેવરિટ ખીચડી અને કઢી પીરસાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી-20 ક્રિકેટ સિરીઝનો ત્રીજો મેચ રાજકોટમાં 7 જાન્યુઆરીના રોજ રમાનાર છે. ત્યારે શહેરમાં અત્યરથી જ ક્રિકેટ ફીવર છવાયો છે. ભારતીય ટીમ કાલાવડ રોડ પર આવેલી સયાજી હોટલમાં અને શ્રીલંકા ટિમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં રોકાવાની છે. આગામી 6 જાન્યુઆરી એટલે કે શુક્રવારે ભારત અને શ્રીલંકા બંને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં ઉષ્માભર્યું સ્વાગત પણ કરવામાં આવશે. જેમાં ભારતીય ટીમનું સયાજી હોટલ ખાતે રેડ કાર્પેટમાં ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. આ માટે હોટલ ખાતે તડામાર તૈયારી કરવામાં આવી રહી છે. ભારતીય ટીમના ખેલાડીઓ શિયાળાની ઋતુ હોવાથી રાજકોટના પ્રખ્યાત લાઇવ મેસુબ અને અડદિયાના લચકાનો સ્વાદ માણશે.
- Advertisement -
ભારત અને શ્રીલંકા વચ્ચેની ટી-20 શ્રેણીની ત્રીજી મેચ રાજકોટમાં 7 જાન્યુઆરીના રોજ રાજકોટમાં રમાવાની છે જેને લઇ તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહી છે. મેચના આગલા દિવસે એટલે કે 6 જાન્યુઆરીને શુક્રવારના રોજ બન્ને ટીમના ખેલાડીઓનું રાજકોટમાં આગમન થશે જેમાં ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ કાલાવડ રોડ પર હોટેલ સયાજી ખાતે રોકાશે જયારે શ્રીલંકાની ટીમ 150 ફૂટ રિંગ રોડ પર આવેલ ફોર્ચ્યુન હોટલ ખાતે રોકાશે. જેમાં ભારતીય ખેલાડીઓનું રેડ કાર્પેટ પર રાજકોટ અને ગુજરાતની ઓળખ ગરબા સાથે સ્વાગત કરવામાં આવશે. ખેલાડીઓના રોકાણને લઇ હોટેલ સ્ટાફ દ્વારા પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે.
ટીમ ઇન્ડિયાને 70 જેટલાં રૂમ ફાળવવામાં આવ્યા
હોટલ સયાજી ખાતે ટીમ ઇન્ડિયાને 70 જેટલા રૂમ ફાળવવામાં આવ્યા છે. જેમાં ટીમ ઇન્ડિયાના કેપ્ટન હાર્દિક પંડ્યા અને કોચ રાહુલ દ્રવિડને સ્પેશિયલ પ્રેસિડેન્સિયલ સ્યુટ રૂમ ફાળવવામાં આવશે. આ પ્રેસિડેન્સિયલ સ્યુટમાં હાઈસ્પીડ ઈન્ટરનેટ, જકુઝી બાથ, મિટિંગ રૂમ અને સાઉન્ડ પ્રુફ રૂમ સહિતની વિશિષ્ટતાઓ રૂમમાં ઉપલબ્ધ કરાવવામાં આવે છે. કેપટન હાર્દિક પંડ્યા હોટલના રૂમ નંબર 803માં રોકાશે જે રૂમ રોયલ રજવાડી થીમ પર સજાવવામાં આવ્યો છે. રૂમની અંદર ગુજરાત અને ભારતના હેરિટેજ પેલેસની અલગ અલગ તસવીરો મૂકવામાં આવી છે.