કેપ્ટન રોહિત શર્મા ઈજાના કારણે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈ દ્વારા રવિવારે તેની પુષ્ટિ કરવામાં આવી છે કે, રોહિત શર્માની જગ્યાએ કેએલ રાહુલને ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણી પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા ઈજાના કારણે પ્રથમ ટેસ્ટ મેચમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ પ્રથમ મેચ માટે કેએલ રાહુલને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 14 ડિસેમ્બરથી પ્રથમ ટેસ્ટ મેચ રમાશે.
- Advertisement -
રોહિત શર્માને ODI શ્રેણીમાં ઈજા થઈ. આ ઈજાને કારણે તેને યોગ્ય મેનેજમેન્ટની સલાહ આપવામાં આવી છે અને તે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચ રમી શકશે નહી.
બીસીસીઆઈની મેડિકલ ટીમ બીજી અને અંતિમ ટેસ્ટ તે રમી શકશે કે નહી તે અંગે પછી નિર્ણય લેશે. ત્યારે પસંદગી સમિતિએ તેના સ્થાને અભિમન્યું ઈશ્વરને ટીમમાં સામેલ કર્યો છે.
The selection committee has also added fast bowler Jaydev Unadkat to India’s squad for the Test series.
- Advertisement -
More details here – https://t.co/LDfGOYmMkz #BANvIND https://t.co/beOdgO2SYX
— BCCI (@BCCI) December 11, 2022
માત્ર રોહિત શર્માં જ નહી પરંતું મોહમ્મદ શમી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ આ સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. બીસીસીઆઈએ માહિતી આપી છે કે ફા્ટ બોલર મોહમ્મદ શમી અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હજુ ખભા અને ઘૂંટણની ઈજામાંથી સંપૂર્ણ સ્વસ્થ થયા નથી અને ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે.
પસંદગીકારોએ શમી અને જાડેજાના સ્થાને અનુક્રમે નવદીપ સૈની અને સૌરભ કુમારને પસંદ કર્યા છે. પસંદગી સમિતિએ ટેસ્ટ શ્રેણી માટે ભારતીય ટીમમાં ઝડપી બોલર જયદેલ ઉનડકટનો પણ સમાવેશ કર્યો છે.
બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ માટેની ભારતીય ટીમ
કેએલ રાહુલ(કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પૂજારા(વાઈસ કેપ્ટન), વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, ઋષભ પંત(વિકેટકીપર), કેએસ ભરત(વિકેટકીપર) રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટે, કુલદીપ યાદલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદલ, અભિમન્યું, નવદીપ સૈની, સૌરભ કુમાર, જયદેવ ઉનડકટ
ભારત વિ બાંગ્લાદેશ ટેસ્ટ શ્રેણી
પ્રથમ ટેસ્ટ-14-18 ડિસેમ્બર, ચટગાંવ
બીજી ટેસ્સ 22-26 ડિસેમ્બર, ઢાકા