શું શેખ હસીનાને ભારત પરત બાંગ્લાદેશ મોકલી દેશે
વચગાળાની યુનુસ સરકારના નિવેદનથી ખળભળાટ
- Advertisement -
ભારત સાથે એક સમજૂતી પણ છે, જો અમારી કાનૂની વ્યવસ્થા ઇચ્છશે તો અમે હસીનાને પાછી લાવવાનો પ્રયાસ કરશું: મોહમ્મદ તૌહિદ
બાંગ્લાદેશમાં વિદ્રોહ દરમ્યાન પાંચ ઓગસ્ટે વડાપ્રધાન પદ અને દેશ છોડીને ભારતમાં આશરો લેનાર શેખ હસીનાને બાંગ્લાદેશને સોંપી દેવાની ધમકી બાંગ્લાદેશની સરકારે આપી છે. બાંગ્લાદેશની વચગાળાની સરકારના વિદેશ મામલતદાર સલાહકાર મોહમ્મદ તૌહિદ હુસેને ધમકીના સૂરમાં કહ્યું છે કે શેખ હસીનાને બાંગ્લાદેશને પરત સોંપવાની છે કે કેમ તે ભારત નક્કી કરે.
બાંગ્લાદેશની વચગાળાની સરકારે સ્પષ્ટ કહી દીધું છે કે, હસીનાને પાછી લાવવા માટે તે પૂરી કોશિષ કરશે. સરકારે એ પણ કહ્યું હતું કે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ વિષયમાં એક સમજૂતી પણ છે. દરમિયાન બાંગ્લાદેશે શેખ હસીના અને તેના પરિવારના લોકોનો રાજદ્વારી પાસપોર્ટ પણ રદ કરી નાખ્યો છે. હવે સવાલ એ છે કે, પાસપોર્ટ વિના શેખ હસીના ભારતમાં રહી શકે છે કે નહીં, ભારતીય વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, દેશ છોડ્યા બાદ શેખ હસીનાને ખૂબ જ ઓછા સમયમાં ભારતમાં દાખલ થવાની મંજૂરી આપવામાં આવી હતી.
- Advertisement -
આ બધાની વચ્ચે એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું શેખ હસીનાને પ્રત્યાર્પણનો સામનો કરવો પડી શકે છે. બાંગ્લાદેશના વિદેશી મામલાના સલાહકાર મોહમ્મદ તૌહીદ હુસેનનું કહેવું છે કે જો અમારી કાનૂની વ્યવસ્થા ઇચ્છશે તો અમે નિશ્ચિતરૂપે હસીનાને પાછી મેળવવા પ્રયાસ કરશું.