શ્રીલંકામાં ચાલી રહેલા ગૃહઉદ્યોગની વચ્ચે રાજયસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ભારતીય સેનાને મોકલવાની માંગણી પર શ્રીલંકાના સોશ્યલ મીડિયામાં વિવાદ ઉભો થયો છે. શ્રીલંકામાં સત્તારૂઢ થયેલા રાજપક્ષ પરિવારના સૌથી નજીક ગણાતા સુબ્રમણ્યમ સ્વામીની આ માંગણી પર શ્રીલંકામાં પ્રદર્શન કરી રહેલા લોકો રોષે ભરાયા છે. પ્રદર્શનકારીઓએ સ્વામીને વળતો જવાબ આપ્યો છે.
- Advertisement -
સ્વામીએ ટ્વિટમાં કહ્યુ કે, ભારતએ નિશ્ચિત રૂપે ભારતીય સેનાને સંવૈધાનિક સ્થિતિને કાબુમાં લેવા મોકલવી જોઇએ.
વર્તમાન સમયમાં ભારત વિરોધી વિદેશી તાકતો લોકોના ગુસ્સાનો ફાયદો ઉઠાવી રહી છે. આ ભારતની રાષ્ટ્રીય સુરક્ષાને પણ પ્રભાવિત કરે છે. સ્વામીએ સીધી રીતે તો શ્રીલેકાનું નામ લીધુ નહીં, પરંતુ તેમણે આ નિવેદન શ્રીલંકાની સ્થિતિ માટે જ આપ્યુ છે.
શ્રીલંકામાં સફળ રહી હતી ભારતીય સેના: સ્વામી
સ્વામીએ અન્ય ટ્વિટમાં કહ્યું કે, વર્ષ 1987માં શ્રીલંકાના રાષ્ટ્રપતિ જયવદ્ધને ભારતીય સેનાને લઇને એક કરાર કર્યો હતો,
જેથી ઉત્તરીય શ્રીલંકામાં સામાન્ય સ્થિતિને જાળવી શકાય. અમે સફળ રહ્યા અને સ્થાનિક ચુંટણી પણ થઇ. પરંતુ, જયારે કોલંબોમાં પ્રેમદાસાની સરકાર આવી તો તેમણે ઝડપથી (તમિલ આતંકી સંગઠન)લિટ્ટેને પૈસા અને હથિયાર આપવાનું શરૂ કર્યુ. આ જ કારણથી પછી આપણે ભારતીય સેનાને પાછી બોલાવી લીધી.
બીજેપીના સાંસદની માંગણી પર શ્રીલંકામાં પ્રદર્શનકારી રોષે ભરાયા અને તેમણે પણ સોશ્યલ મીડિયામાં પોતાનો રોષ વ્યક્ત કર્યો. એક યૂઝર્સ ચાથુએ સ્વામીના ટ્વિટને લઇને કહ્યું કે, શું? ભારત પર આ વાતની કોઇ અસર થશે? મારા પ્યારા ભારતીય મિત્રો એક શ્રીલંકન નાગરિક હોવાના નાતે હું તમને આશ્વાસન આપુ છું કે, કોઇ પણ ભારત વિરોધી વિદેશી તાકતનો સમાવેશ નહીં કરીએ. સ્વામીજી હું પૂરા સમ્માનની સાથે કહેવા માંગુ છું કે તમે તમારા કામ પર ધ્યાન આપો.
- Advertisement -
તમારા પારિવારિક મિત્ર રાજપક્ષેનું શાસન પતનની દિશામાં
બીજા એક યુઝર્સ લામ કેસરાએ કહ્યુ કે, સ્વામીજી હું તમારા દર્દને સમજી શકું છું, જ્યારે તમારા પારિવારિક મિત્ર રાજપક્ષેનું શાસન પતનની દિશામાં છે. અમે શ્રીલંકન લોકો આ વાતનું ધ્યાન રાખીએ છીએ, તમે તમારા કામથી કામ રાખો.
સ્વામીના આ ટ્વિટ પર એક હવે સૈંકડો લોકો કોમેન્ટ કરી ચૂક્યા છે. જણાવી દઇએ કે શ્રીલેકામાં વધતી હિંસાને જોતા સશસ્ત્ર દળોને વ્યક્તિગત નુકશાન પહોંચાડનાર અને બીજા તેમની સંપત્તિને નુકશાન પહોંચાડનાર લોકો પર ગોળી ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે.
સોમવારના થયોલી હિંસા પછી સત્તાધારી પક્ષના એક રાજનેતા, એક પોલીસ અધિકારી અને સામાન્ય નાગરિકો સહિત આઠ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે 219 ઇજાગ્રસ્ત્રને સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પ્રદર્શનકારીઓના સત્તાધારી પાર્ટીના નેતાઓ અને રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેના અધિકારીક આવાસને પણ આગ ચાંપી
દેવાનો પ્રયાસ કર્યો છે, જયારે પૈતૃક નિવાસને પણ આંગ ચાપી દીધી હતી.
India must send in the Indian Army to restore Constitutional sanity. At present anti Indian foreign forces are taking advantage of people’s anger. This affects India’s national security
— Subramanian Swamy (@Swamy39) May 10, 2022