ભૂકંપગ્રસ્ત તૂર્કિની મદદ માટે ભારતે મોટી મદદ મોકલવાનો પ્લાન તૈયાર કર્યો છે. પીએમઓ કાર્યાલયમાં મળેલી એક મહત્વની બેઠકમાં મદદનો નિર્ણય લેવાયો હતો.
દુનિયામાં ક્યાંય પણ માનવ સર્જિત કે કુદરતી હોનારત આવે તેમાં સૌથી પહેલા ભારત મદદે દોડી જતું હોય છે.ભયાનક ભૂકંપની કુદરતી આફતમાં સપડાયેલા તૂર્કિને મદદ પહોંચાડવાનો ભારતે નિર્ણય કર્યો છે. તૂર્કિમાં આવેલા શક્તિશાળી ભૂકંપ બાદ આજે પ્રધાનમંત્રીના અગ્ર સચિવ ડો.પી.કે.મિશ્રાની આગેવાનીમાં એક મોટી બેઠક મળી હતી અને તેમાં આફતગ્રસ્ત તૂર્કિને મદદ મોકલવાનું નક્કી કરાયું છે. પીએમઓની બેઠકમાં કેબિનેટ સચિવ, ગૃહ મંત્રાલય, એનડીએમએ, એનડીઆરએફ, રક્ષા, વિદેશ મંત્રાલય, નાગરિક ઉડ્ડયન અને સ્વાસ્થ્ય તથા પરિવાર કલ્યાણ મંત્રાલયના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. ભારત તુર્કી સરકાર અને અંકારામાં ભારતીય દૂતાવાસ અને ઇસ્તંબુલમાં કોન્સ્યુલેટ જનરલની ઓફિસ સાથે સંકલન કરીને રાહત સામગ્રી મોકલશે.
- Advertisement -
#TurkeyEarthquake | Search & Rescue Teams of NDRF and Medical Teams along with relief material would be dispatched immediately in coordination with the Government of Turkey. pic.twitter.com/9v2ZhkM37c
— ANI (@ANI) February 6, 2023
- Advertisement -
વડાપ્રધાન મોદીએ આપી શક્ય તેટલી વધારે મદદની ખાતરી
વડાપ્રધાન મોદીએ આ હોનારતમાં ભારત તરફથી શક્ય તેટલી તમામ મદદની જાહેરાત કર્યા બાદ વડા પ્રધાનના અગ્ર સચિવ ડો.પી.કે.મિશ્રાએ સાઉથ બ્લોકમાં એક બેઠક યોજીને તાત્કાલિક રાહત પગલાં અંગે ચર્ચા કરી હતી.
શું મદદ મોકલાશે તુર્કિને?
તુર્કીમાં આવેલા ભીષણ ભૂકંપને પહોંચી વળવા માટે ભારતે પોતાનું સહાયતા અભિયાન પણ તૈયાર કર્યું છે. એનડીઆરએફની બે ટીમો ભારતથી રવાના કરવામાં આવી રહી છે. તેમજ દવાઓ અને રાહત સામગ્રીનો માલ પણ મોકલવામાં આવી રહ્યો છે. રાહત સામગ્રીને લઈને સોમવારે પીએમઓમાં મહત્વની બેઠક થઈ છે. એનડીઆરએફની બે ટીમો, જેમાં 100 જવાનો છે, જેમાં ખાસ પ્રશિક્ષિત ડોગ સ્ક્વોડ અને જરૂરી ઉપકરણો સામેલ છે, તેઓ શોધ અને બચાવ કામગીરી માટે ભૂકંપગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેવા માટે તૈયાર છે. આવશ્યક દવાઓ, પ્રશિક્ષિત ડોકટરો અને પેરામેડિક્સ સાથેની તબીબી ટીમો પણ તૈયાર કરવામાં આવી રહી છે.
Two teams of NDRF comprising 100 personnel with specially trained dog squads and necessary equipment are ready to be flown to the earthquake-hit area for search & rescue operations: Prime Minister's Office (PMO)
— ANI (@ANI) February 6, 2023
તુર્કી-સીરિયામાં 757 લોકોના મોત, હજારો ઘાયલ
તુર્કીમાં સોમવારે સવારે આવેલા 7.8ની તીવ્રતાના ભયંકર ભૂકંપના કારણે આસપાસના વિસ્તારો તેમજ સીરિયામાં 700થી વધુ લોકોના મોત થયા છે. તુર્કીના 10 શહેરોમાં 1,700થી વધુ ઇમારતોને નુકસાન પહોંચ્યું છે.