પાકિસ્તાન ચીન-આરબ દેશો સહિત વિશ્ર્વમાંથી 1-1 અબજ ડોલર માંગી રહ્યું છે, ગરીબ બનવાની અણી પર
નવાઝ શરીફે પાકિસ્તાનની હાલત માટે પૂર્વ આર્મી ચીફ અને પૂર્વ ઈંજઈં ચીફને જવાબદાર ગણાવ્યા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફે કહ્યું છે કે ભારત આજે ચંદ્ર પર પહોંચી ગયો છે. ૠ20 સમિટ હોસ્ટ કરી રહ્યું છે. ભારત પાસે આજે 600 અબજ ડોલરની તિજોરી છે. એ જ સમયે પાકિસ્તાન ચીન અને આરબ દેશો સહિત વિશ્ર્વભરમાંથી 1-1 અબજ ડોલરની માગ કરી રહ્યું છે. આવી સ્થિતિમાં આપણે તેમની આગળ શું માન બાકી રાખ્યું છે? આપણે ગરીબ બનવાની અણી પર છીએ.નવાઝે કહ્યું- જેમણે પાકિસ્તાનની આ હાલત કરી છે તેઓ દેશના સૌથી મોટા ગુનેગાર છે. પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (ઙઉખ) સરકારે દેશને ડિફોલ્ટથી બચાવ્યો છે, નહીંતર દેશમાં પેટ્રોલની કિંમત 1000 રૂૂપિયા પ્રતિ લિટર સુધી પહોંચી ગઈ હોત. નવાઝ શરીફે દેશની સ્થિતિ માટે નિવૃત્ત આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા, ભૂતપૂર્વ આઈએસઆઈ ચીફ ફૈઝ હમીદ અને ભૂતપૂર્વ ચીફ જસ્ટિસ મિયાં સાકિબ નિસારને જવાબદાર ગણાવ્યા છે. નવાઝે કહ્યું- આજે દેશમાં ગરીબ લોકો ખાનપાન માટે તરસી રહ્યા છે. કોણ છે જેણે દેશને આ હાલતમાં પહોંચાડ્યો છે? 2017માં પાકિસ્તાનમાં આવું નહોતું. તે સમયે લોટ, ઘી અને ખાંડ બધું સસ્તામાં મળતું હતું. વીજળીના બિલ લોકોના ખિસ્સા પ્રમાણે આવતા હતા. આજે લોકોને 30 હજાર રૂૂપિયા સુધીનું વીજળીનું બિલ મળે છે. આવી સ્થિતિમાં, તેમની પાસે તેમના બાળકોને ખવડાવવા માટે પૈસા બચ્યા નથી.
મારા શાસનમાં દેશ પ્રગતિ કરી રહ્યો હતો. આમ છતાં મને કોર્ટમાં 27 વર્ષની સજા થઈ. મારે વર્ષો સુધી દેશની બહાર રહેવું પડ્યું. આ બધા પાછળ જનરલ બાજવા અને જનરલ ફૈઝનો હાથ હતો. 1990માં, ભારતે અમને જોયા અને આર્થિક સુધારણા આદેશનો અમલ કર્યો. જુઓ આજે તેમનો દેશ ક્યાં પહોંચી ગયો છે. જ્યારે વાજપેયીજી ભારતના વડાપ્રધાન બન્યા ત્યારે તેમના દેશ પાસે 1 બિલિયન ડોલર પણ નહોતા અને આજે 600 બિલિયન ડોલર છે.2019માં, લાહોર હાઈકોર્ટે નવાઝને સારવાર માટે ચાર અઠવાડિયા માટે વિદેશ જવાની મંજૂરી આપી હતી. નવાઝ 19 નવેમ્બર, 2019ના રોજ લંડન ગયો હતો અને ત્યારથી તે દેશમાં પાછો ફર્યો નથી.
પીએમએલ-એન પાર્ટીના ઉપાધ્યક્ષ હમઝા શાહબાઝે કહ્યું: પાકિસ્તાન આજે ભિખારી દેશ બની ગયો છે
આ દરમિયાન પીએમએલ-એન પાર્ટીના ઉપાધ્યક્ષ હમઝા શાહબાઝે કહ્યું- નવાઝે પાકિસ્તાનને પરમાણુ શક્તિ રાષ્ટ્ર બનાવ્યું હતું, પરંતુ આજે આપણે ભિખારી દેશ બની ગયા છીએ. તે એક શરમજનક છે. હવે પાકિસ્તાનની જનતા નવાઝ શરીફને પીએમ બનાવીને દેશનું ભવિષ્ય સુરક્ષિત કરશે.