UNEPનો આંતરરાષ્ટ્રીય રિપોર્ટ જાહેર, પહેલા નંબર પર ચીન અને ત્રીજા નંબર પર અમેરિકા
ખાસ-ખબર સંવાદદાતા
ભારત સહિત વિશ્વના અનેક વિકસિત અને વિકાસશીલ દેશોમાં ખાદ્યાનની એટલે કે ભોજનની બરબાદી એક મોટી સમસ્યા બની ગઈ છે અને આ મામલામાં ચીન પ્રથમ નંબર પર છે અને ભારત બીજા નંબર પર હોવાનું બહાર આવ્યું છે.
આંતરરાષ્ટ્રીય ફૂડ લોસ એન્ડ વેસ્ટ દિવસ પર યુ એન ઈ પી નો આંતરરાષ્ટ્રીય સર્વે અંગે નો રિપોર્ટ બહાર આવ્યો છે અને તેમાં ભારતની હાલત ચિંતાજનક બતાવવામાં આવી છે અને બરબાદીમાં અમેરિકા ત્રીજા નંબર પર છે.
- Advertisement -
રિપોર્ટમાં એવી માહિતી આપવામાં આવી છે કે દુનિયા આખી માં દરરોજ 83 કરોડ લોકો ભૂખ્યા સૂઈ જાય છે અને આવી પરિસ્થિતિમાં દુનિયાભરમાં ભોજન નો બગાડ અને બરબાદી ભયંકર રીતે થઈ રહ્યા છે તે ખરેખર ચિંતાની વાત છે અને તેને અટકાવવા માટે દુનિયાના બધા જ દેશોએ અસરકારક પગલાં લેવા ની જરૂર છે તેવી ભલામણ કરવામાં આવી છે.
રિપોર્ટમાં એવી માહિતી અપાઈ છે કે દુનિયાભરમાં દર વર્ષે લગભગ 250 કરોડ ટન ખાધ્યાન બરબાદ થઈ જાય છે. નેશનલ હેલ્થ સર્વેના જણાવ્યા મુજબ ભારતમાં દરરોજ 19 કરોડ લોકો ભૂખ્યા સૂઈ જાય છે. ભારતમાં ખાદ્ય ઉત્પાદનનો 40% હિસ્સો બરબાદ થઈ જાય છે અને પ્રતિવર્ષ રૂપિયા 92 હજાર કરોડનું ભોજન બરબાદ થઈ જાય છે.
દુનિયાના 116 દેશોમાં હંગર ઇન્ડેક્સ સર્વેમાં 2021માં ભારતનું સ્થાન 101 રહ્યું હતું અને આ પ્રકારનું આંતરરાષ્ટ્રીય સર્વે કરવામાં આવ્યા બાદ સત્તાવાર અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે અને તેમાં ચિંતાજનક વાતો કરવામાં આવી છે.