સંયુક્ત રાષ્ટ્રની મહાસભાની મીટીંગમાં ભારતે આંતરરાષ્ટ્રીય એકજુટતા દિવસના અવસર પર પેલિસ્ટીનીની નાગરિકોની સાથે લાંબાગાળાના સંબંધોની ખાતરી આપી. ભારતે ઇઝરાયલ અને હમાસની વચ્ચે ચાલી રહેલા યુદ્ધની વચ્ચે યુદ્ધ વિરામના નિર્ણયનું સ્વાગત કરીને પ્રશંસા કરી. જણાવી દઇએ કે, યુદ્ધમાં લગભગ 15,000 લોકોની મૃત્યુ થઇ ચુકી છે. જો કે, છેલ્લા 5 દિવસથી બંન્ને પક્ષોએ સીઝફાયરની જાહેરાત કરી દીધી છે.
માનવીય સંકટ પર ચિંતા વ્યક્ત કરી
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી સભ્ય પ્રતિનિધિ રૂચિરા કંબોઝે કહ્યું કે, 29 નવેમ્બરના આંતરરાષ્ટ્રીય એકજુટતા દિવસ છે. આ અવસર પર ભારત પેલિસ્ટીનીની લોકોની સાથે લાંબાગાળાના સંબંધોની ખાતરી આપી છે. અમે પેલિસ્ટીનીની લોકોને શાંતિ અને સમુદ્ધિનું સમર્થન કરીએ છઇએ. મધ્ય-પૂર્વમાં સ્થિતિ તણાવપૂર્ણ છે, ઇઝરાયલ-હમાસના કારણે મોટી સંખ્યામાં નાગરિકોના જીવનને નુકસાન પહોંચી રહ્યું છે. મહિલાઓ-બાળકો સહિત બીજા લોકો પર સંકટ છે, જે અસ્વીકાર્ય છે. અમે નાગરિકોની મોતની ઘોર નિંદા કરીએ છીએ. અમે એ તમામ નિર્ણયોનું સ્વાગત કરીએ છીએ, જે ક્ષેત્રમાં સ્થિતિ ગંભીર હોય છે.
- Advertisement -
"India has zero-tolerance approach to terrorism": Ruchira Kamboj reaffirms long-standing relationship with Palestine
Read @ANI Story | https://t.co/Bz1T0rmTFX#UNGA #India #RuchiraKamboj #Israel #Hamas #Palestine pic.twitter.com/hmiXSc7hX9
— ANI Digital (@ani_digital) November 29, 2023
- Advertisement -
વડાપ્રધાન મોદીએ ગાઝામાં શાંતિ માટે પ્રયત્ન કર્યા
કંબોજે આગળ કહ્યું કે, યુદ્ધના દરમ્યાન બંન્ને પક્ષોએ સીઝફાયરનું સમ્માન કર્યુ. સીઝફાયરની જાહેરાત માનવીય સંકટને ઓછું કરવા માટે સ્વાગત કરવા લાયક છે. ભારત આતંકવાદ અને નાગરિકોને બંધક બનાવવાની કાર્યવાહીની નિંદા કરે છે. બંધંકો અને તેમના પરિવાર જનો પ્રત્યે અમારી સંવેદના છે. બંધકોને છોડવામાં આવી રહ્યા છે, જે રાહતની વાત છે. જો કે, કંબોજે બચેલા બંધંકોને વગર શર્તે છુટ્ટા કરવાનું પણ કહ્યું હતું. તેમણે કહ્યું કે, ભારત આતંકવાદની સામે કડક વલણ ધરાવે છે. યુદ્ધની શરૂઆત થતાં જ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ મંત્રી એસ. જયશંકરે શાંતિ સ્થઆપવા માટેના તમામ પ્રયત્નો કર્યા છે. વડાપ્રધાન મોદી અને જયશંકરે કૂટનીતિ અને વાતચીત માટે ઘણા પ્રયત્નો કર્યા છે. અમારા નેતાઓ માનવીય સંકટ પર હંમેશા ચિંતા વ્યક્ત કરી છે.
#WATCH | At the UNGA, Permanent Representative of India to the UN, Ruchira Kamboj says, "On the occasion of the International Day of Solidarity with the Palestinian People tomorrow, which is 29 November, let me at the outset reaffirm our longstanding relationship with the… pic.twitter.com/a7Cjz4PpvV
— ANI (@ANI) November 28, 2023
ભારતની મદદનો ઉલ્લેખ કર્યો
કંબોજની મહાસભામાં જણાવ્યું કે, ભારતે ફક્ત ચિંતા વ્યક્ત નથી કરી, પરંતુ ગાઝામાં રાહત સામગ્રી પણ મોકલી છે. ભારતે પોતાની તરફથી ગાઝામાં 70 ટન માનવીય સહાય મોકલી છે. જેમાં 16.5 ટન તો ફક્ત દવાઓ અને સારવારની સુવિધાઓનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે, ભારતે હંમેશા ઇઝરાયલ પેલિસ્ટીનીનીના મુદા પર વાતચીતના માધ્યમથી બે-રાજ્ય સમાધાનનું સમર્થન કરે છે. ભારત એક સંપ્રભુતા અને સ્વતંત્રતા પેલિસ્ટીનીની પ્રાર્થના કરે છે, જે સુરક્ષીત છે અને આતંકિઓથી મુક્ત છે.