-15 ઑક્ટોબરની જગ્યાએ એક દિવસ વહેલી મેચ રમાડી દેવાશે
વર્લ્ડકપમાં ભારત-પાકિસ્તાનની મેચ હવે 15 ઑક્ટોબરની જગ્યાએ એક દિવસ પહેલાં મતલબ કે 14 ઑક્ટોબરે રમાશે. આ મેચની માત્ર તારીખ જ બદલાઈ છે પરંતુ મુકાબલો અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ઉપર જ રમાશે. નવરાત્રીને ધ્યાનમાં રાખી બીસીસીઆઈએ આઈસીસીની સહમતિથી આ નિર્ણય લીધો છે. જો કે હજુ સુધી આ અંગેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
- Advertisement -
અહેવાલોની માનીયે તો ટૂર્નામેન્ટના કાર્યક્રમમાં અન્ય મોટા ફેરફાર થયા છે જેની જાહેરાત આજે સાંજ સુધીમાં કરી દેવામાં આવશે. જૂના કાર્યક્રમ પ્રમાણે 14 ઑક્ટોબરે ઈંગ્લેન્ડ-અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ-બાંગ્લાદેશ વચ્ચે ડબલ હેડર મેચ રમાવાની હતી.
15 ઑક્ટોબરથી નવરાત્રી શરૂ થઈ રહી છે. નવ દિવસ સુધી ચાલનારું આ મહાર્પ અહીં ધૂમધામથી ઉજવવામાં આવે છે અને તેમાં દેશ-વિદેશથી લોકો આવે છે. ભારત-પાકિસ્તાનની મેચમાં પણ કંઈક આવો જ માહોલ જોવા મળશે. આવામાં એક સાથે લાખો લોકોની સુરક્ષાને લઈને સિક્યોરિટી એજન્સીએ બીસીસીઆઈને પહેલાંથી જ ચેતવી દીધી હતી.
જે પછી ભારતીય ક્રિકેટ બોર્ડ નવી તારીખો પર વિચાર-વિમર્શ કરી રહ્યું હતું. નવરાત્રી બાદ ભારતનો સૌથી મોટો તહેવાર દિવાળી આવશે જે દરમિયાન પણ ટીમ ઈન્ડિયા વર્લ્ડકપમાં વ્યસ્ત રહેશે.
- Advertisement -
ભારતીય ટીમનો નવો કાર્યક્રમ
તારીખ મેચ ગ્રાઉન્ડ
8 ઑક્ટોબર ભારત-ઑસ્ટ્રેલિયા ચેન્નાઈ
11 ઑક્ટોબર ભારત-અફઘાન દિલ્હી
14 ઑક્ટોબર ભારત-પાકિસ્તાન અમદાવાદ
19 ઑક્ટોબર ભારત-બાંગ્લાદેશ પૂના
22 ઑક્ટોબર ભારત-ઈંગ્લેન્ડ લખનૌ
2 નવેમ્બર ભારત-નેધરલેન્ડસ મુંબઈ
5 નવેમ્બર ભારત-આફ્રિકા કોલકત્તા
11 નવેમ્બર ભારત-શ્રીલંકા બેંગ્લોર