કેટલાંક પુસ્તકો એવા હોય છે કે, જેની વાત સામાન્ય રીતે બહુ ચર્ચાતી નથી, એ પુસ્તકો સ્વયં ચર્ચાસ્પદ હોવા છતાં. તહલકાની પત્રકાર રાણા ઐયુબે લખેલાં ગુજરાત ફાઈલ્સને તમે આ શ્રેણીમાં મૂકી શકો. ગુજરાત ફાઈલ્સ પુસ્તકનો અત્યારે ભારતની વિવિધ ભાષામાં અનુવાદ થઈ રહ્યો છે પણ… મોદી ભક્તો અને કટ્ટર હિન્દુઓને હોળી કરવાનું મન થાય એવા પુસ્તક વિશે ખાસ કશું તમને વાંચવા નહીં મળે. કારણો બે, એક આખી લોબી એવું ઈચ્છે છે કે આ પુસ્તકને પબ્લિસિટી મળી જાય એવી કોઈ ચેષ્ટા ન કરવી. બીજું કારણ, એ પુસ્તક વિષે લખવાથી ઘણી મિસઅન્ડરસ્ટેન્ડિંગ સર્જાઈ જવાની શક્યતા છે કારણકે એ ગોધરા કાંડ પછીના તોફાનો, પ્રશાસન અને પોલીસ તેમજ પોલિટિશ્યનો પરનું પુસ્તક છે… એ આંખું વાંચવું રહ્યું અથવા ભૂલી જવું રહ્યું પણ… આજે એવા જ મૂડમિજાજના બે પુસ્તકોની વાત કરવી છે.
નરેશ શાહ
- Advertisement -
ભારત વર્સીસ પાકિસ્તાન; વ્હાય કાંટ વી જસ્ટ બી ફ્રેન્ડઝ ? : પાકિસ્તાન આપણું રાષ્ટ્રીય શિરદર્દ છે તો કાશ્મીર આપણી રાષ્ટ્રીય સમસ્યા પરંતુ ભાગલાથી નાસૂરની જેમ સતત વકરતાં રહેલાં ભારત-પાકિસ્તાનના સંબંધો પછી એક પ્રશ્ર્ન તો સદાકાળ નિરુત્તર છે : ભારત-પાકિસ્તાન દોસ્ત કેમ નથી થઈ શક્તાં ? પાકિસ્તાનના ચાર-ચાર પ્રધાનમંત્રીના સલાહકાર રહી ચૂકેલાં હુસૈન હક્કાનીએ લખેલાં પુસ્તકમાં આ દોસ્તીવાળી શક્યતાઓ તપાસવામાં છે. બેશક, પુસ્તકમાં એક જગ્યાએ તેમણે સ્વીકાર્યું છે કે, ભારત માટેનું પાકિસ્તાનનું પાગલપન (સનક) જ બન્ને દેશોની સમસ્યાઓનાં કેન્માં છે.
પાકિસ્તાન માટે આપણી માનસિક્તા વધારે પડતી ઘવાયેલી છે એટલે એ તરફના પોઈન્ટ ઓફ વ્યૂને શાંત ચિત્તે સમજવાની ધીરજ બહુ ઓછામાં હોય છે. હુસૈન હક્કાની તો પાકિસ્તાની વડાપ્રધાનોના સલાહકાર રહી ચૂક્યા છે એટલે તેમની વાત, વિચારને બાયસ્ડ જ માની લેવામાં(નથુરામ ગોડસેની કેફિયતની જેમ) વધુ સંતોષ મળે એવું છે પણ દિમાગની બારી અને તર્કની ધાર સાબૂત રાખીને ભારત વર્સીસ પાકિસ્તાન પુસ્તક વાંચીએ તો સમજી શકાય કે સમસ્યાની જડ કરતાં તેની પર ફૂટેલી ઝેરી ડાળીઓએ બન્ને દેશો વચ્ચેની ખાઈને વધુ ઊંડી કરી દીધી છે. હુસૈન હક્કાની પુસ્તકના આખરી ચેપ્ટરમાં એક જગ્યાએ લખે છે કે, પાકિસ્તાન માટે ભારતને એક પડોશી દેશ તરીકે સ્વીકારવો એટલે મુશ્કેલ છે કારણકે ભારતની નજરમાં, પાકિસ્તાન તેનાથી અલગ પડેલો દેશ જ રહ્યો છે હંમેશા. ભારતીય હંમેશા બન્ને દેશો વચ્ચેની સમાનતાની ભૂમિને જ (બન્ને દેશો માટેનું) લાભદાયક પ્લેટફોર્મ તરીકે જૂએ છે. ભારતની આ સોચ જ પાકિસ્તાનને વધારે ને વધારે ડરાવતી રહે છે…
ભારત-પાકિસ્તાન વચ્ચે દોસ્તી ન થઈ શક્વાના મુદ્દા માટે હુસૈન હક્કાની કાશ્મીર, આતંક્વાદ અને પરમાણુ બોમ્બને સૌથી વધુ મહત્વના માને છે પણ એ સિવાય, બન્ને દેશોના નાગરિકની જડ સોચ પણ આ દુશ્મનીમાં નિમિત્ત છે એવું પુસ્તક વાંચ્યા પછી આપણને સમજાય છે. હુસૈન હક્કાનીના અંગે્રજી પુસ્તકનો હિન્દીમાં પણ અનુવાદ થયો છે. તેના ચેપ્ટરોના મથાળાં પણ આગળ વાંચવા માટે ઉશ્કેરે તેવા છે. આપણે યા તો પાક્કા મિત્ર બની શકીએ યા કટ્ટર દુશ્મન. પાકિસ્તાનની ગળાની નસ છે કાશ્મીર. એક ઔર મથાળું છે : ઘટી રહી છે (ભારત-પાકિસ્તાન વચ્ચે) દોસ્તીની શક્યતાઓ.
- Advertisement -
હુસૈન હક્કાનીના પુસ્તકનો એક અંશ અંતમાં : જિન્નાહ ઈચ્છુક હતા કે ભારત-પાકિસ્તાન સતત એકબીજા વિરૂદ્ધ લડવાની બદલે અમેરિકા અને કેનેડા જેવા તેમની વચ્ચે સંબંધ હોય… આ વાતથી પણ (જિન્નાહની ઈચ્છા) સાબિત થાય છે કે પાકિસ્તાનના ગવર્નર જનરલ પદથી રિટાયર થયા પછી મુંબઈના પોતાના પૈતૃક ઘેર પાછા જવાની ઈચ્છા પણ જિન્નાહએ વ્યક્ત કરી હતી
ભારત-પાકિસ્તાનની સમસ્યા સમજવી હોય તો તેમના માટે આ પુસ્તક મસ્ટ રિડ.
જેલ ડાયરી : નામ વાંચીને ઉભી થતી પ્રથમ ધારણા ખોટી છે કે જેલ ડાયરી (સુનેત્રા ચૌધરીના બિહાઈન્ડ બાર્સ પુસ્તકની જેમ) જેલ જીવન કે સળિયા પાછળની ત્રાસદીઓની કહાણી હશે. આ જેલ ડાયરી શેરસિંહ રાણાની કેફિયત છે, જેને ડાકુ રાણી ફુલનદેવીની હત્યાના આરોપસર આજીવન કેદની સજા થયેલી
આત્મસમર્પણ પછી સંસદ સભ્ય બની ગયેલી ડાકુ રાણી ફુલનદેવીની (રપ જુલાઈ) ર001માં તેના જ ઘેરથી નીકળતાં સમયે ગોળીથી વિંધી નાંખીને હત્યા કરી નાખવામાં આવી હતી. આ હત્યાના આરોપસર શેરસિંહ રાણા, ધીરજ રાણા અને રાજબીરને મુખ્ય આરોપી બનાવવામાં આવ્યા હતા. ભાગેડુ શેરસિંહ રાણાએ દહેરાદુનમાં પોતાને કાનુનને હવાલે કરી દીધા પછી આપેલા સ્ટેટમેન્ટમાં કહેલું કે, ફુલનદેવીએ બેહમાઈમાં બાવીસ ક્ષ્ાત્રિયોની હત્યા કરેલી, તેનો બદલો લેવા માટે તેની (ફુલનદેવીની) હત્યા કરવામાં આવી છે…
2001માં જ ફુલનદેવીની હત્યા પછી પકડાયેલાં શેરસિંહ રાણાને છેક 2014માં આજીવન કારાવાસની સજા થઈ હતી અને એ જ વરસે જામીન પર છૂટીને તેણે લગ્ન ર્ક્યા ત્યારે ફરી (લાખોનું દહેજ નકારવા માટે) એ ફરી સમાચારમાં ચમક્યો હતો. જો કે જેલ ડાયરીમાં અલગ કથા છે. શેરસિંહ રાણા બહુ સિફતપૂર્વક તિહાડ જેલમાંથી 2004માં ભાગી ગયો હતો. શું કામ ? જેલ ડાયરીમાં આપેલી શેરસિંહ રાણાની કેફિયત મુજબ, આપણા આખરી હિન્દુ રાજા પૃથ્વીરાજ ચૌહાણની અફઘાનિસ્તાનમાં આવેલી સમાધિના અવશેષ એ ભારતમાં પાછા લાવવા માંગતો હતો એટલે…
બે વરસ પછી, 2006માં શેરસિંહ રાણા કલકત્તામાં ફરી પોલીસના હાથે ઝડપાઈ ગયો અને તેને દિલ્હીની રોહિણી જેલમાં રાખવામાં આવ્યો પણ એ પછી તેણે જેલ ડાયરી લખી, જેનું પેટા મથાળું છે : તિહાડ સે કાબુલ-કંધાર તક઼
ત્રણસોથી વધુ પાનાંની જેલ ડાયરી એક થ્રિલરની ગરજ સારતું પુસ્તક છે. તેનો આરંભ તિહાડમાંથી શેરસિંહ રાણાના ભાગી જવાની ઘટનાથી થાય છે અને તેના બચપણથી લઈને બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન થઈને ફરી કલકત્તામાં પોલીસના હાથમાં ઝડપાયાની આખી રોમાંચક યાત્રા સાથે પૂરી થાય છે. ઘણી ચોંકાવનારી તો અનેક ચમકાવનારી વાતો તેમાં છે. બેશક, ફુલનદેવીની હત્યાની વાત, દહેરાદૂનમાં સમર્પણ, હત્યાની કબુલાતની વાતો શેરસિંહ રાણાએ સિફતપૂર્વક કરી છે તો ક્ષ્ાત્રિય હોવાના કારણે થયેલાં લાભ અને વાહ-વાહની વાતો જેલ ડાયરીમાં વાંચો ત્યારે એ વિચારની બત્તી સતત ઝબુક્તી રહે છે કે, જેલ ડાયરીમાં એક ફિલ્મ બની શકે એવો પુરતો મસાલો છે.
શેરસિંહ રાણા બહુ સિફતપૂર્વક તિહાડ જેલમાંથી 2004માં ભાગી ગયો હતો, શું કામ ? જેલ ડાયરીમાં આપેલી શેરસિંહ રાણાની કેફિયત મુજબ, આપણા આખરી હિન્દુ રાજા પૃથ્વીરાજ ચૌહાણની અફઘાનિસ્તાનમાં આવેલી સમાધિના અવશેષ એ ભારતમાં પાછા લાવવા માંગતો હતો એટલે…