ભારત હાલમાં વિશ્ર્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર: ભારતના આર્થિક વિકાસ દરે ચીન, અમેરિકા, રશિયા અને જાપાન જેવી અર્થવ્યવસ્થાઓને પાછળ છોડી દીધી
ખાસ-ખબર સંવાદદાતા
ભારત હાલમાં વિશ્ર્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે. કોરોના પીરિયડ પછી દેશની આર્થિક રિકવરી પણ ઝડપથી થઈ રહી છે.એટલે જ ભારતના આર્થિક વિકાસ દરે ચીન, અમેરિકા, રશિયા અને જાપાન જેવી અર્થવ્યવસ્થાઓને પાછળ છોડી દીધી છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડએ પણ આને મંજૂરી આપી દીધી છે. ઈંખઋએ નાણાકીય વર્ષ 2023-24 માટે ભારતના જીડીપી વૃદ્ધિનું અનુમાન વધારીને 6.1 ટકા કર્યું છે. અગાઉ એપ્રિલમાં જયારે ઈંખઋએ ‘વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક’ રજૂ કર્યું હતું, ત્યારે તેણે ભારતનો આર્થિક વિકાસ દર 5.9 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. જો કે, નાણાકીય વર્ષ 2024-25 માટે ઈંખઋએ પહેલાની જેમ જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.3 ટકા રાખ્યો છે.
- Advertisement -
વર્લ્ડ ઇકોનોમિક આઉટલુકની નવી આવૃત્તિમાં ઈંખઋએ કહ્યું છે કે 2022ના ચોથા ક્વાર્ટર (ઓક્ટોબર-ડિસેમ્બર)માં ભારતનો વિકાસ અપેક્ષા કરતાં સારો રહ્યો છે. તેની અસર એ થઈ કે દેશમાં સ્થાનિક રોકાણ વધ્યું છે. આવી સ્થિતિમાં એપ્રિલના અંદાજમાં 0.2 ટકાનો સુધારો કરવામાં આવ્યો છે. 2023માં ભારતનો આર્થિક વિકાસ દર 6.1 ટકા રહેવાની ધારણા છે.
જો કે, ઈંખઋનું આ મૂલ્યાંકન ભારતીય રિઝર્વ બેંકના જીડીપી વૃદ્ધિ અંદાજ કરતા ઓછું છે. આરબીઆઈએ નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન દેશનો આર્થિક વિકાસ દર 6.5 ટકા રહેવાનું અનુમાન કર્યું છે. ગયા અઠવાડિયે એશિયન ડેવલપમેન્ટ બેંકે પણ કહ્યું હતું કે ભારતનો આર્થિક વિકાસ દર 6.4 ટકા રહેશે. અઉઇનું કહેવું છે કે ભારતના શહેરી અને ગ્રામીણ બંને વિસ્તારોમાં ગ્રાહક માંગમાં સુધારો જોવા મળી રહ્યો છે.
ઈંખઋએ 2023માં વૈશ્ર્વિક અર્થવ્યવસ્થા 3 ટકાના દરે વૃદ્ધિ પામવાનું અનુમાન કર્યું છે. જે એપ્રિલના અંદાજ કરતાં 0.2 ટકા વધુ છે. જોકે 202માં વિશ્ર્વનો આર્થિક વિકાસ દર 3.5 ટકા હતો. ઈંખઋ અનુસાર 2023 માં યુએસ જીડીપી વૃદ્ધિ 1.8 ટકા, યુરો ઝોન 0.9 ટકા, જાપાન 1.4 ટકા, ચીન 5.2 ટકા, રશિયા 1.5 ટકા, બ્રાઝિલ 2.1 ટકા અને બ્રિટન 0.4 ટકા રહેવાની ધારણા છે. ઈન્ટરનેશનલ મોનેટરી ફંડે ફુગાવાના મોરચે ચિંતા વ્યક્ત કરી છે. વર્ષ 2023માં વૈશ્ર્વિક સ્તરે ફુગાવાનો દર 6.8 ટકા રહેવાનો અંદાજ છે. ઈંખઋએ પણ અલ-નીનોની અસર અને કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજદરમાં સતત વધારા અંગે ચિંતા વ્યક્ત કરી છે. જો કે 2022ની સરખામણીમાં મોંઘવારીની આ સ્થિતિ રાહત છે, તે સમયે મોંઘવારી દર 8.7 ટકા હતો.