ભારત અને કેનેડાના સંબંધ તણાવગ્રસ્ત થઈ ગયા છે. જેનું મુખ્ય કારણ ભારતીય રાજદૂતની સુરક્ષા ચિંતાનો વિષય રહી છે. કેનેડાના રાજદૂતને સુરક્ષિત વાતાવરણ આપી શક્યું નહોતું, જે વિયના સંધિનું ઉલ્લંઘન છે.
વિદેશમંત્રી એસ.જયશંકરે જણાવ્યું છે કે, જો ભારતે કેનેડામાં ભારતીય રાજદૂતની સુરક્ષામાં પ્રગતિ જોવા મળશે, તો કેનેડાના લોકો માટે વીઝા સર્વિસ શરૂ કરી શકે છે. ભારતે વીઝા સર્વિસ અસ્થાયીરૂપે રોકી છે, જેનું મુખ્ય કારણ ભારતીય રાજદૂતની સુરક્ષા ચિંતાનો વિષય રહી છે. કેનેડાના રાજદૂતને સુરક્ષિત વાતાવરણ આપી શક્યું નહોતું, જે વિયના સંધિનું ઉલ્લંઘન છે.
- Advertisement -
ભારત અને કેનેડાના સંબંધ તણાવગ્રસ્ત થઈ ગયા છે. ખાલિસ્તાની આતંરી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને કારણે ભારત અને કેનેડાના સંબંધ વણસી ગયા છે. કેનેડાએ ભારતના રાજદૂત ઓટાવાને દેશ છોડીને જવા માટે કહ્યું હતું. ત્યારપછી તેની જવાબી કાર્યવાહીમાં કેનેડાના રાજદૂતને નવી દિલ્હી છોડવા માટેનો આદેશ આપ્યો અને કેનેડાના નાગરિક માટે વીઝા સર્વિસ બંધ કરી છે.
વિદેશમંત્રીનું નિવેદન
એસ. જયશંકરે જણાવ્યું કે, ‘કેનેડામાં ભારતના રાજદૂતની સુરક્ષામાં પ્રગતિ થશે, તો વીઝા સર્વિસ શરૂ કરી શકીએ છીએ. હું આશા રાખું છું કે, ટૂંક સમયમાં આ પ્રકારે થશે. થોડા સપ્તાહ પહેલા આ પ્રોસેસ બંધ કરવામાં આવી હતી. આ કારણોસર રાજદૂત માટે કામ પર જઈને આ પ્રકારે કરવું તે સુરક્ષિત નહોતું. તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અસ્થાયીરૂપે વીઝા સર્વિસ બંધ કરવાની જરૂર ઊભી થઈ હતી. રાજદૂતની સુરક્ષા સુનિશ્ચિત કરવું તે વિયના સંધિનું મહત્ત્વપૂર્ણ પરિબળ છે. કેનેડામાં આ પ્રકારના અનેક પડકારનો સામનો કરવો પડી પડ્યો છે, જેના કારણે ભારતવાસીઓ સુરક્ષિત નથી. ભારતીય રાજદૂતની સુરક્ષા પણ જોખમમાં છે, તેમની સુરક્ષામાં સુધારો થશે, તો વીઝા સર્વિસ શરૂ થશે.’
થોડા સમય પહેલા જ ભારતમાંથી 41 કેનેડાના રાજદૂતને નવી દિલ્હી છોડવાનો આદેશ આપવામાં આવતા કેનેડા પરત ગયા હતા. આ બાબતે વિદેશમંત્રીએ જણાવ્યું છે કે, વિયના સંધિની મદદથી રાજદૂતની સંખ્યામાં સમાનતા તે આંતરરાષ્ટ્રીય નિયમ છે. કોઈ દેશમાં કેટલા રાજદૂત હોવા જોઈએ, તે બંને દેશ પર લાગુ થાય છે. અમે કેનેડાને રાજદૂતની સંખ્યા સમાન રાખવા માટે જણાવ્યું છે.