ભારતમાં યુપીઆઈ એટલે કે યુનીફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસએ દુનિયાના અનેક દેશો અપનાવી રહ્યા છે અને તેના કારણે ક્રેડીટ ડેબીટ કાર્ડ કે બેન્કીંગના અન્ય માધ્યમથી જે નાણાકીય લેવડ દેવડ થાય છે તેની સુરક્ષા કરતા યુપીઆઈ પેમેન્ટ પધ્ધતિ વધુ સુરક્ષીત હોવાનું નિશ્ચિત થયું છે.
યુપીઆઈએ દુનિયામાં સૌથી ઝડપી પેમેન્ટ સીસ્ટમ હોવાનું સાબીત થયું છે. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદેશ પ્રવાસમાં ગયા હતા તે સમયે અનેક દેશોએ પણ આ પેમેન્ટ પધ્ધતીને સ્વીકારવાની તૈયારી બતાવી છે.
- Advertisement -
આંતરરાષ્ટ્રીય નાણા ભંડોળ દ્વારા એક આર્ટીકલમાં જણાવાયું છે કે, ભારત હવે દુનિયાના અન્ય કોઈ દેશની સરખામણીમાં સૌથી ઝડપી નાણાકીય લેવડ દેવડ પધ્ધતિ ધરાવે છે અને તેમાં યુપીઆઈએ સૌથી ઝડપી અને સૌથી સલામત પધ્ધતિ સાબીત થઈ છે. 2016માં ભારતમાં આ કોડેડ પેમેન્ટ પધ્ધતિ દાખલ થઈ પછી તે ઝડપથી પ્રસરી ગઈ છે અને હવે સામાન્ય નાના વ્યાપારી ફેરીયા, રીક્ષા ચાલક પણ યુપીઆઈ પેમેન્ટથી નાણા સ્વીકારે છે.
જયારે વ્યકિતગત લેવડ દેવડમાં પણ તે સૌથી સરળ બની ગઈ છે જેના કારણે ભારતમાં અત્યારે હવે પ્રતિમાસ 18 અબજથી વધુ લેવડદેવડ આ સીસ્ટમ મારફત થાય છે.