ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતના પાડોશી દેશ પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળનથી પાછળ ધસી ગયું છે. ભુખમરાને લઇને જાહેર કરેલા રિપોર્ટ ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં આ વર્ષ ભારત 6 ઠ્ઠા ક્રમે એટલે કે 107માં નંબર પર આવી ગયું છે.
ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં અફઘાનિસ્તાન દક્ષિણ એશિયાનો એક માત્ર દેશ છે, જે ભારતથી પાછળ છે. અફઘાનિસ્તાન આ લિસ્ટમાં ભારતથી 2 ક્રમ પાછળ 109માં રેન્કમાં હાજર છે. ગ્લોબલ હંગર ઇન્ડેક્સની ચકાસણી 100 અંકોના આધાર પર કરવામાં આવે છે, જો ભૂખની ગંભીરતાને જોતા ગણતરી થાય છે. જેમાં ભારતનો સ્કોર 29.1 છે, જે ગંભીર શ્રેણીની અંદર આવે છે.
- Advertisement -
ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતની નીચે ક્યા દેશો છે
ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં ભારતની નીચે જામ્બિયા, અફઘાનિસ્તાન, તિમોર- લેસ્તે, ગિની-બિસાઉ, સિએરા લિયોન, લેસોથો લાઇબેરિયા, નાઇઝર, હૈતી, ચાડ, ડેમ સહિત કેટલાય દેશો છે. જેની સાથે આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું કે, ગિની, મોજામ્બિક, યુગાંડા, બુરૂંડી, સોમાલિયા, દક્ષિણ સૂડાન તેમજ સીરિયા જેવા કેટલાય દેશોને આ રેન્ક હેઠળ સમાવવામાં આવ્યા નથી.
બાળ મૃત્યુદરમાં આંશિક સુધારો
ભારતના બાળ મૃત્યુ દરમાં આંશિક સુધારો આવ્યો છે. વર્ષ 2014 અને 2022ની વચ્ચે બાળ સ્ટંટિંગ 38.7%થી ઓછો થઇને 35.5% પર ગયો છે. આ દરમ્યાન બાળ મૃત્યુ દર પણ 4.6%થી ઓછો થઇને 3.3% થઇ ગયો છે.
ગ્લોબલ હંગર ઇન્ડેકસમાં કેવી રીતે નક્કી થાય રેન્કિંગ
ગ્લોબલ હંગર ઇન્ડેક્સની રિપોર્ટ તૈયાર કરવા માટે વૈશ્વિક, ક્ષેત્રીય અને રાષ્ટ્રીય સ્તર પર ભૂખ પર નજર રાખે છે. જેની સાથએ જ ગ્લોબલ હંગર ઇન્ડેક્સની ગણતરી 100 અંકોના આધાર પર કરવામાં આવે છે, જે કુપોષણ, બાળકોના વિકાસમાં ખામી, બાળકોમાં કુપોષણ અને બાળ મૃત્યુ દરના આધારે નક્કી થાય છે.