ન્યુ યોર્કમાં UNGAના 80મા સત્ર દરમિયાન યુએસ વિદેશમંત્રી માર્કો રુબિયો અને ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
ખાસ-ખબર ન્યૂઝનવી દિલ્હી, તા.23
- Advertisement -
ન્યુયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 80મા સત્રમાં વિદેશમંત્રી એસ. જયશંકર અને યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા અંગે ચર્ચા કરી હતી. આ વાટાઘાટોમાં વેપાર, સંરક્ષણ, ઊર્જા, ફાર્માસ્યુટિકલ્સ અને ખનિજો જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા, ખાસ કરીને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. તાજેતરના વેપાર તણાવ બાદ દ્વિપક્ષીય સંબંધોને નવી દિશા આપવાના પ્રયાસ તરીકે આ બેઠક જોવામાં આવી રહી છે.
રૂબિયોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ડ પર લખ્યું કે, “ઞગૠઅ માં ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત થઈ હતી. અમે બંને દેશો માટે સમૃદ્ધિ વધારવા માટે વેપાર, ઉર્જા, ફાર્માસ્યુટિકલ્સ અને મહત્વપૂર્ણ ખનિજો જેવા ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોના વિવિધ પાસાઓ પર ચર્ચા કરી.” યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં, માર્કો રુબિયોએ કહ્યું કે ભારત યુનાઇટેડ સ્ટેટ્સ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. એક સત્તાવાર નિવેદનમાં, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ભારતને “યુનાઇટેડ સ્ટેટ્સ માટે અત્યંત મહત્વપૂર્ણ” ગણાવ્યું, અને કહ્યું કે બંને દેશો વેપાર, સંરક્ષણ અને અન્ય ક્ષેત્રોમાં સહયોગને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
નિવેદનમાં જણાવ્યું કે, “સેક્રેટરી રુબિયોએ ભારત સરકાર સાથે સતત સહયોગની પ્રશંસા કરી, અને બંને દેશો ક્વાડ જેવા પ્લેટફોર્મ દ્વારા મુક્ત અને ખુલ્લા ઇન્ડો-પેસિફિક ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને કામ કરશે.” વિદેશમંત્રી એસ. જયશંકરે ડ પરની બેઠકને રચનાત્મક ગણાવતા કહ્યું કે, “ન્યુ યોર્કમાં માર્કો રુબિયો સાથેની મુલાકાત સારી રહી. અમે દ્વિપક્ષીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર ચર્ચા કરી અને પ્રાથમિકતાવાળા ક્ષેત્રોમાં પ્રગતિ માટે સતત જોડાણના મહત્વ પર સંમત થયા.” આ બેઠક મહત્વપૂર્ણ છે કારણ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં ભારત દ્વારા રશિયન તેલ ખરીદવાના જવાબમાં ભારતીય માલ પર ભારે ટેરિફ લાદ્યો હતો, જેના કારણે બંને દેશો વચ્ચે વેપાર તણાવ વધ્યો હતો.
- Advertisement -
આટલી તંગ પરિસ્થિતિ પછી બંને નેતાઓ પહેલી વાર સામસામે મળ્યા હતા. તેઓ અગાઉ જુલાઈમાં વોશિંગ્ટનમાં ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક દરમિયાન મળ્યા હતા. બંને દેશો વચ્ચેની આ બેઠકને ભારત-અમેરિકા સંબંધોને પુન:સ્થાપિત કરવા તરફ એક હકારાત્મક પગલું માનવામાં આવી રહ્યું છે. ઞગૠઅનું 80મું સત્ર 9 સપ્ટેમ્બર, 2025 ના રોજ શરૂ થયું હતું, અને ઉચ્ચ-સ્તરીય સામાન્ય ચર્ચા 23 સપ્ટેમ્બરના રોજ શરૂ થઈ હતી, જે આ બેઠક સાથે સુસંગત છે.