લશ્કરમાં વપરાતા હેલિકોપ્ટર, ડ્રોન, તોપ, ટેન્ક અને ફાયર ગન ફેબ્રુઆરીમાં લોકો રાજકોટમાં જોઇ શકશે
લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા આયોજન, દેશભરમાંથી ઉદ્યોગકારો ભાગ લેશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા રાજકોટમાં ફેબ્રુઆરી માસમાં ઈન્ડિયા ઈન્ડસ્ટ્રિયલ ફેર-2025નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી ઉદ્યોગકારો ભાગ લેશે. આ ઔદ્યોગિક પ્રદર્શનમાં રાજકોટવાસીઓ લશ્કરમાં વપરાતા હેલિકોપ્ટર, ડ્રોન, તોપ, ટેન્ક, ફાયર ગન નિહાળી શકશે. દેશના નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોનો વિકાસ થાય તે હેતુથી ઔદ્યોગિક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ઉદ્યોગપતિ ઉપરાંત સ્ટાર્ટઅપ ધરાવતા યુવાનો અને વિદ્યાર્થીઓ પણ અવનવા- પ્રોજેક્ટ રજૂ કરશે. આ પ્રદર્શન થકી નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને એક પ્લેટફોર્મ મળી રહેશે તેમ લઘુ ઉદ્યોગ ભારતીના ચેરમેન ગણેશભાઈ ઠુમ્મરે જણાવ્યું હતું. આ એક્ઝિબિશન 2થી 5 ફેબ્રુઆરી સુધી એન.આઇ.સી ગ્રાઉન્ડ, આજી જીઆઇડીસી વિસ્તાર ખાતે યોજાશે.
- Advertisement -
આ ઔદ્યોગિક પ્રદર્શનમાં ઓટોમોબાઈલના પાર્ટસ, સોલાર, રિન્યૂએબલ એનર્જી પ્રોડક્ટસ, મશીન ટુલ્સ, જનરલ કાસ્ટિંગ, ઈન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ, ફાઉન્ડ્રી ઉદ્યોગ, ફોર્જિંગ, ટ્રાન્સફોર્મર્સ, કટિંગ ટુલ્સ, હાર્ડવેર,કિચનવેર, સબમર્સિબલ પંપ, મોટર્સ, પ્લાસ્ટિક પ્રોડક્ટસ, સર્જિકલ ઈક્વિપમેન્ટસ, એરોસ્પેસ પાર્ટસ, ડિફેન્સ અને રેલવે- મરીનને લગતા પાર્ટસ, રોબોટિક્સ- ઓટોમેશન, બ્રાસ પાર્ટસ, ટાઈલ્સ, ઈલેક્ટ્રોપ્લેટિંગ, મેટલ પ્રોસેસિંગ, વેલ્ડિંગ ઈક્યુપમેન્ટ, લેઝર માર્કિંગ, કટિંગ પાવર ટુલ્સ હાઈડ્રોલિક,ન્યુમેટિકસ મશીન ટુલ્સ એસેસરિઝ સહિતના ક્ષેત્રના પ્રોજેક્ટ આવશે. આ પ્રદર્શનથી નવી રોજગારી સર્જનની તકો વધશે તેવો વિશ્વાસ આયોજકોએ વ્યક્ત કર્યો છે.
આ વેપાર મેળાની એક ખાસિયત એ છે કે, વિદ્યાર્થીઓ જે નવા પ્રોજેક્ટ બનાવતા હોય તેને નવું પ્લેટફોર્મ આપશે. કોઈ પણ ઉદ્યોગ શરૂ કરવા માટે જમીન, પાવર, પાણી અને ફાઈનાન્સની જરૂર હોય છે. આ વેપાર મેળામાં આ મહત્ત્વના ચારેય મુદ્દાને ધ્યાનમાં રાખીને બધા માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. આમ રૂ.1 કરોડથી લઇ રૂ.100 કરોડ સુધીના પ્રોજેક્ટ રજૂ કરી શકશે. હંસરાજભાઇ ગજેરા, મેન્ટર લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર ઈંઈંઋ-9 2025માં એક સ્થળે ઉત્પાદકો, ડિસ્ટ્રીબ્યુટર્સ, ટ્રેડર્સ, ડીલર્સ, ગ્રાહક બધાનો સંગમ થશે. લઘુ ઉદ્યોગ ભારતી સંસ્થાના મેમ્બર દેશભરમાંથી આવશે, સરકારના વિવિધ વિભાગના જવાબદાર અધિકારીઓ, દેશની ટોચની કંપનીઓના પરચેઝ ઓફિસર્સ, માર્કેટિંગના અધિકારીઓ, દેશના નીતિ ઘડતરમાં યોગદાન આપતા ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેવાના છે. ગજઈંઈ ગ્રાઉન્ડ, આજી ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આગામી તા. 2 થી 5 ફેબ્રુઆરી 2025 સુધી યોજાનારા આ ફેર ની વધુ માહિતી માટે મો.8160792322 અથવા 8799010550 પર સંપર્ક કરવા જણાવ્યું છે. લઘુ ઉદ્યોગ ભારતી સૌરાષ્ટ્ર સંભાગ દ્વારા આગામી ફેબ્રુઆરી-2025માં રાજકોટ ખાતે ઈન્ડીયા ઈન્ડસ્ટ્રીયલ ફેર-2025નું આયોજન કરવામાં આવ્યુ છે. મેન્ટર શ્રી હંસરાજભાઈ ગજેરા, ચેરમેન તરીકે શ્રી ગણેશભાઈ ઠુમ્મર, ખજાનચી તરીકે શ્રી જયભાઈ માવાણી, લઘુ ઉદ્યોગ ભારતી-રાજકોટ જિલ્લાના પ્રમુખ શ્રી યશભાઈ રાઠોડ, મંત્રી શ્રી જયસુખભાઈ સોરઠીયાની આગેવાનીમાં દિપકભાઈ પટેલ, કેતનભાઈ વસા, અમૃતભાઈ ગઢીયા, અમરીશભાઈ ત્રાંબડીયા, મલયભાઈ રૂપાપરા, ચન્દ્રેશભાઈ સંખારવા, હેમંતભાઈ કાપડીયા, દેવેન્દ્રભાઈ શર્મા, દર્શકભાઈ ઘેટીયા, મહેશભાઈ સાવલીયા, મયુરભાઈ વેકરીયા, જલ્પેશભાઈ ગોસ્વામી સહિતની ટીમ ફેરના આયોજન માટે કાર્યરત છે.