ત્રણ મેચની T-20 સિરીઝની અંતિમ મેચ અમદાવાદમાં રમાશે
હાર્દિક-સુર્યકુમાર-ઇશાન કિશન-શુભમન ગિલ પર રહેશે નજર
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારત-ન્યુઝીલેન્ડવચ્ચે ઝ-20 સિરીઝની અંતિમ મેચ અમદાવાદ ખાતે રમાનાર છે. આ સિરીઝ કબજે કરવા માટે બંને ટીમો માટે કરો યા મરોની સ્થિતિ રહેશે. ત્યારે અમદાવાદ ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અનેક દિગ્ગ્જો પણ હાજર રહેવાની સંભાવના છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે તોજાનાર મુકાબલામાં ભારતીય ટીમ મેચ જીતવા માટે ફેવરીટ માનવામાં આવી રહી છે. ભારતીય ટીમ સ્ટાર ખેલાડીઓ હાર્દિક પંડ્યા અને સુર્યકુમાર યાદવ ફેન્સ ફેવરીટ છે જ્યારે ઇશાન કિશન અને શુભમન ગિલ પર પણ બધાની નજર રહેશે.
એક લાખ દર્શકો હાજર રહે તેવી સંભાવના
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે યોજાનારી ઝ20 મેચને લઈને ગુજરાત ક્રિકેટ એસોસિએશન તેમજ શહેર ટ્રાફિક પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. સાથે દર્શકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને અત્યારસુધીમાં 60 હજારથી વધુ ટિકિટોનું વેચાણ થઇ ચુક્યું છે. ભારત ન્યુઝીલેન્ડ વચ્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી ઝ20 મેચને લઈને ગુજરાત ક્રિકેટ એસોસિએશન તેમજ શહેર ટ્રાફિક પોલીસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. આગામી દિવસોમાં થનારી મેચને લઈને એક સંયુક્ત પ્રેસમાં ગુજરાત ક્રિકેટ એસોસિએશને આ મેચમાં એક લાખ જેટલા દર્શકો આવશે તેવી આશા વ્યક્ત કરી.