ઈંગ્લેન્ડના 20 વર્ષીય ઓફ સ્પિનર શોએબ બશીરને આખરે ભારત માટે વિઝા મળી ગયા છે. ECB એ બુધવારે સાંજે તેની પુષ્ટિ કરી હતી. જો કે વિલંબને લઈને બેન સ્ટોક્સે આ વિશે નારાજગી વ્યક્ત કરી હતી.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ સીરિઝ આજથી એટલે કે 25 જાન્યુઆરીથી શરૂ થવાની છે, પરંતુ હૈદરાબાદમાં પ્રારંભિક ટેસ્ટ પહેલા જ એક મોટો વિવાદ ઉભો થયો હતો. આ વિવાદમાં બ્રિટિશ સરકાર દ્વારા એક નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે. વાસ્તવમાં, 20 વર્ષીય ઓફ સ્પિનર શોએબ બશીરને ભારતના વિઝા મળવામાં વિલંબ થઈ રહ્યો છે જેના કારણે તેને ટીમના પ્રેક્ટિસ સેન્ટર અબુ ધાબીથી ઘરે પરત ફરવું પડ્યું હતું.
- Advertisement -
Shoaib Bashir has now received his visa, and is due to travel to join up with the team in India this weekend.
We're glad the situation has now been resolved.#INDvENG | #EnglandCricket pic.twitter.com/vTHdChIOIi
— England Cricket (@englandcricket) January 24, 2024
- Advertisement -
જો કે હવે ઈંગ્લેન્ડના 20 વર્ષીય ઓફ સ્પિનર શોએબ બશીરને આખરે ભારત માટે વિઝા મળી ગયા છે. ઈંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) એ બુધવારે સાંજે તેની પુષ્ટિ કરી હતી. વિઝામાં વિલંબને કારણે તે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ સાથે ભારત આવી શક્યો ન હતો. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તે વિશાખાપટ્ટનમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સીરિઝની બીજી મેચમાં ટેસ્ટ ડેબ્યૂ કરી શકે છે.
ઇંગ્લેન્ડના ક્રિકેટ બોર્ડે ટ્વીટ કર્યું, ‘શોએબ બશીરને હવે તેના વિઝા મળી ગયા છે અને તે આ સપ્તાહના અંતમાં ઇંગ્લેન્ડની ટીમમાં જોડાવા માટે ભારતની મુસાફરી કરશે. અમને આનંદ છે કે હવે પરિસ્થિતિનો ઉકેલ આવ્યો છે.’
જણાવી દઈએ કે શોએબ બશીરને પ્રથમ વખત નેશનલ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. 20 વર્ષીય યુવા બોલરને તેની સ્પિન બોલિંગ ક્ષમતાના કારણે ભારત ટુર માટે પસંદ કરવામાં આવ્યો છે. જો કે બશીર વિઝા વિવાદને કારણે પ્રથમ મેચ રમી શકશે નહીં, પરંતુ તે આવતા સપ્તાહે ટીમ સાથે જોડાશે. આ મામલે બંને ટીમો તરફથી અલગ-અલગ નિવેદનો સામે આવ્યા છે. ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે પણ આ પ્રક્રિયા પર નારાજગી વ્યક્ત કરી હતી.
Ben Stokes is "frustrated" as Shoaib Bashir returns home to the UK in the hope of resolving the delay to his visa application for England's tour of Indiahttps://t.co/vZnK2zm9Ip | #INDvENG pic.twitter.com/9HfNUZL6sG
— ESPNcricinfo (@ESPNcricinfo) January 23, 2024
ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ આશા વ્યક્ત કરી હતી કે શોએબ બશીરને વિઝા મળશે અને કહ્યું, ‘સાચું કહું તો મને શોએબ બશીર માટે ખરાબ લાગે છે. તે ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમ સાથે પ્રથમ વખત ભારતની મુલાકાતે આવી રહ્યો હતો અને આ કોઈ માટે સરળ નથી. કમનસીબે, હું વિઝા ઓફિસમાં બેસતો નથી કે તમને બાકીની માહિતી આપી શકું, પરંતુ મને આશા છે કે તે જલ્દી અહીં આવે અને આપણા દેશની મજા માણે અને અહીં ક્રિકેટ પણ રમે.’
આ મામલે સ્ટોક્સે પ્રથમ ટેસ્ટ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, ‘જ્યારે મને અબુ ધાબીમાં આ સમાચાર મળ્યા ત્યારે મેં કહ્યું હતું કે જ્યાં સુધી બશીરને વિઝા ન મળે ત્યાં સુધી અમારે ભારત ન જવું જોઈએ. પરંતુ તે ભાવનાત્મક પ્રતિક્રિયા હતી, વ્યવહારુ નહીં. બશીરને આ બધાનો સામનો કરવો પડ્યો એનું મને ખૂબ જ દુઃખ છે. આ એક નિરાશાજનક સ્થિતિ છે. અમે ડિસેમ્બરના મધ્યમાં ટીમની જાહેરાત કરી હતી અને આજે 24 જાન્યુઆરી છે અને અમારી પાસે શોએબની ગેરહાજરીનું કારણ નથી. આશા છે કે આ મુદ્દો જલ્દી ઉકેલાઈ જશે અને અમે પ્રવાસ પર ધ્યાન કેન્દ્રિત કરી શકીશું.’
બ્રિટિશ સરકારના પ્રવક્તાએ આ વિશે કહ્યું કે આ પહેલીવાર નથી જ્યારે પાકિસ્તાની મૂળના નાગરિકને ભારતીય વિઝા મેળવવામાં વિલંબ થયો હોય. તેમણે કહ્યું, ‘ભારત સરકાર અને શોએબ બશીર આ મુદ્દાની વિગતોથી વાકેફ છે, પરંતુ અમે ઈચ્છીએ છીએ કે ભારત વિઝા પ્રક્રિયામાં બ્રિટિશ નાગરિકો સાથે ન્યાયી વર્તન કરે. અમે પાકિસ્તાની મૂળના બ્રિટિશ નાગરિકોને લઈને લંડનમાં ભારતીય હાઈ કમિશન સમક્ષ આ મુદ્દો ઉઠાવી ચૂક્યા છીએ.