ભારતે પાકિસ્તાન પાસેથી લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક અને ખૂંખાર આતંકી હાફિઝ સઇદીને સોંપવાની માંગણી કરી છે. પાકિસ્તાની મીડિયાના દ્વારા મળેલા સમાચાર અનુસાર, ભારતે હાફિઝ સઇદના પ્રત્યાર્પણ માટે પાકિસ્તાની વિદેશી મંત્રાલય પાસેથી ઓપચારિક માંગણી કરી છે. જણાવી દઇએ કે, હાફિઝ સઇદ પુલવામા હુમલાના માસ્ટરમાઇન્ડ છે. ભારત સરકારે પાકિસ્તાની વિદેશ મંત્રાલયથી હાફિઝ સઇદના ભારત પ્રત્યાર્પણ કરવાની કાનૂની કાર્યવાહી શરૂ કરવાની વિનંતી કરી છે. જો કે, પાકિસ્તાની વિદેશી મંત્રાલયે અત્યાર સુધી આ બાબતે કોઇ એક્શન લીધા નથી.
ભારતમાં હાફિઝ સઇદ મોસ્ટ વોન્ટેડ છે
જણાવી દઇએ કે, હાફિઝ સઇદ એક પાકિસ્તાની આતંકી અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના સંસ્થાપક છે અને જમ્મૂ-કાશ્મીરમાં કેટલીય આતંકી ઘટનાઓમાં હાફિઝ સઇદ સામેલ રહ્યા છે. ભારતમાં તેઓ મોસ્ટ વોન્ટેડ આતંકિઓની લિસ્ટમાં સામેલ છે. વર્ષ 2008માં મુંબઇમાં થયેલા આતંકી હુમલા અને પુલવામા હુમલાના મસાટ્રમાઇન્ડ પણ છે. કેટલાક વર્ષ પહેલા હાફિઝ સઇદ પાકિસ્તાનમાં ખુલ્લે આમ ફરી રહ્યો હતો અને પોતાના સંગઠન માટે પૈસા એકઠા કરી રહ્યો હતો પરંતુ આતંરરાષ્ટ્રીય દબાણ વધતા વર્ષ 2019માં હાફિઝ સઇદે પાકિસ્તાનમાં ધરપકડ કરવામાં આવી અને આતંકીને નાણાંકિય સંરક્ષણ આરોપમાં તેને 15 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી. ગયા વર્ષ પણ તેમને પાકિસ્તાનની અદાલતે આતંકી ઘટનાઓ માટે પૈસા એકઠા કરવાના આરોપમાં 31 વર્શ જેલની સજા સંભળાવી હતી.
- Advertisement -
પાકિસ્તાનમાં હાફિઝ સઇદની પાર્ટીએ ચુંટણી લડી
અમેરિકાઓ પણ હાફિઝ સઇદને આતંકી જાહેર કર્યો છે અને તેના પર 1 કરોડ ડોલરનું ઇનામ પણ જાહેર કર્યું છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં હાફઝ સઇદ ભલે જ કથિત રૂપે જેલમાં બંધ હોય પરંતુ પાકિસ્તાનમાં આનારા વર્ષ યોજાનારી સામાન્ય ચુંટણીમાં તેમની પાર્ટી પાકિસ્તાન મરકજી મુસ્લિમ લીગ બધી સીટો પર પોતાના ઉમેદવારોને ઉતારી રહી છે. હાફિઝ સઇદનો દિકરો તલ્હા સઇદ પણ લાહોરની સીટથી પાર્ટીનો ઉમેદવાર છે. પાકિસ્તાર મરકજી મુસ્લિમ લીગ પ્રતિબંધિત સંગઠન જમાત ઉદ દાવાની રાજનૈતિક શાખા છે.