ભારત ટી-20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ત્રીજી વખત ફાઇનલમાં : શનિવારે દક્ષિણ આફ્રિકા સામે રમશે
સેમી ફાઈનલમાં ત્રણ વિકેટ લેનાર અક્ષર પટેલ પ્લેયર ઓફ ધી મેચ જાહેર
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.28
- Advertisement -
10 વર્ષ બાદ ટીમ ઈન્ડિયા T-20 વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચી છે. ભારતીય ટીમે ત્રીજી વખત ફાઈનલમાં જગ્યા બનાવી છે. ભારતે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું હતું. આ સાથે રોહિત શર્માની કેપ્ટનશિપની ટીમે 2022 ઝ-20 વર્લ્ડ કપમાં મળેલી હારનો બદલો પણ લઈ લીધો છે. ટીમ છેલ્લે 2014માં ફાઈનલમાં પહોંચી હતી.
ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.
ટીમ ઈન્ડિયાએ રોહિત શર્માની ફિફ્ટીની મદદથી ઇંગ્લેન્ડને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો, ત્યારબાદ કુલદીપ અને અક્ષરની બોલિંગના આધારે ઇંગ્લિશ ટીમ 16.4 ઓવરમાં 103 રન બનાવીને પેવેલિયનમાં મોકલી દીધી હતી.
કુલદીપ યાદવ અને અક્ષર પટેલે મળીને 6 બેટર્સને પેવેલિયન મોકલ્યા હતા. જસપ્રીત બુમરાહે ફિલ સોલ્ટ અને જોફ્રા આર્ચરને આઉટ કર્યા હતા. બે બેટર્સ રન આઉટ થયા હતા.