અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ભારત તરફથી છોડાયેલી મિસાઈલ માત્ર એક અકસ્માત હતો
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
થોડા દિવસ પહેલાં ભારત તરફથી પાકિસ્તાનમાં એક મિસાઈલ ભુલથી ફાયર થઈ હતી. આ ઘટના અંગે હવે અમેરિકાએ પણ પોતાનું નિવેદન આપ્યું છે. અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે સોમવારે મીડિયા સાથે વાતચીતમાં આ અંગે કહ્યું હતું કે, ભારત તરફથી મિસાઈલ છોડવામાં આવી તે ફક્ત એક દુર્ઘટના હતી. એ વાતના કોઈ સંકેત નથી મળ્યા કે ભારત તરફથી છોડવામાં આવેલી મિસાઈલ દુર્ઘટના સિવાય બીજું કંઈ હોય. ભારતે ગત શુક્રવારે કહ્યું હતું કે, બે દિવસ પહેલાં ભુલથી એક મિસાઈલ ફાયર થઈ ગઈ હતી જે પાકિસ્તાનમાં પહોંચી ગઈ હતી. ભારતે આ અંગે ખેદ પણ વ્યક્ત કરતાં કહ્યું કે, મેન્ટેન્સની કામગીરી વખતે એક ટેક્નીકલ ખરાબીના કારણે થઈ હતી.
અમેરિકાના વિદેશ વિભાગના પ્રવક્તા નેડ પ્રાઈસે મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું હતું કે, ભારત તરફથી છોડાયેલી મિસાઈલ માત્ર એક અકસ્માત હતો. એવો કોઈ સંકેત નથી કે, તે અકસ્માત સિવાય બીજું કંઈ હતું કારણ કે, તમે અમારા ભારતીય ભાગીદારો પાસેથી સાંભળ્યું છે કે, તે એક અકસ્માત સિવાય બીજું કંઈ નથી. પ્રાઈસે એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ભારતીય સંરક્ષણ મંત્રાલયે 9 માર્ચે એક નિવેદન બહાર પાડીને સ્પષ્ટતા કરી હતી.
ભારતની એક મિસાઈલે પાકિસ્તાનમાં ‘ભૂકંપ’ લાવી દીધો, 3 અધિકારી બરતરફ
- Advertisement -
ગત 9 માર્ચના રોજ ભારત તરફથી ભૂલથી છૂટી ગયેલી મિસાઈલ પાકિસ્તાનમાં જઈને પડી તે મામલે પાકિસ્તાનમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. ભારતની મિસાઈલથી પાકિસ્તાન દહેશતમાં આવી ગયું છે. પાકિસ્તાની એરફોર્સના ડેપ્યુટી ચીફ અને બે માર્શલને હાલ બરતરફ કરી દેવાયા છે. પાકિસ્તાનના પૂર્વ હાઈ કમિશનરે કહ્યું કે ભારત આપણું કાશ્મીર પડાવી લેશે.અત્રે જણાવવાનું કે આ બધુ એવા સમયે થઈ રહ્યું છે કે જ્યારે પાકિસ્તાનનો રાજકીય પારો પણ ખુબ ગરમ છે અને ઈમરાન ખાન સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવાનું છે. આ બધા વચ્ચે કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે પાકિસ્તાને મિસાઈલની સમયસર જાણકારી ન મેળવવાના આરોપમાં એરફોર્સ ડેપ્યુટી ચીફ અને બે એર માર્શલને બરતરફ કરી દીધા છે.રક્ષા મંત્રાલયના જણાવ્યાં મુજબ બુધવારે એક હથિયારવગરની સુપરસોનિક મિસાઈલ પાકિસ્તાનના 124 કિમીના વિસ્તાર સુધી પહોંચી ગઈ હતી.
રક્ષા મંત્રાલયે તેને ’ટેક્નિકલ ખામી’ના કારણે ઘટેલી ઘટના ગણાવી છે.