નિખત-લવલીના પહેલાં નીતૂ ઘંઘાસ અને સ્વિટી બુરાએ પણ ગોલ્ડ મેડલ જીતતાં ભારતના ફાળે ચાર ગોલ્ડ
ભારતની સ્ટાર બૉક્સર નિખત ઝરીને દિલ્હીમાં રમાઈ રહેલી વર્લ્ડ બૉક્સિગં ચેમ્પિયનશિપમાં સળંગ બીજો ગોલ્ડ મેડલ જીતી ઈતિહાસ રચ્યો છે. તે આવું કરનારી ભારતની બીજી બૉક્સર બની છે. તેના પહેલાં મેરિકોમ આ ઉપલબ્ધી હાંસલ કરી ચૂકી છે. નિખત ઉપરાંત ટૉક્યો ઓલિમ્પિકની બ્રોન્ઝ મેડાલિસ્ટ લવલીના બોરગોહેને પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. તે પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બની છે. લવલીના ભારતની આઠમી વર્લ્ડ ચેમ્પિયન છે. એકંદરે ટૂર્નામેન્ટમાં ભારતનો આ ચોથો ગોલ્ડ મેડલ છે. લવલીના-નીખત પહેલાં સ્વીટી અને નીતૂએ ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે.
- Advertisement -
50 કિલોગ્રામ વજનવર્ગમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે ઉતરેલી 26 વર્ષીય નીખતે વિયેતનામની બે વખતની એશિયન ચેમ્પિયન ગુયેન થી તામને 5-0થી હરાવી છે. જ્યારે 75 કિલોગ્રામ વજનવર્ગમાં લવલીનાએ ઑસ્ટ્રેલિયાની બૉક્સર કેટલીન પાર્કરને 5-2થી હરાવી છે.
આ બન્ને ગોલ્ડ જીત્યા તેના એક દિવસ પહેલાં નીતૂ ઘંઘસ અને સ્વીટી બૂરાએ પણ ગોલ્ડ જીત્યા હતા. સ્વિટીએ 81 કિલોગ્રામ વજનવર્ગમાં ચીનની વૉન્ગ લીને 4-3થી હરાવી હતી. મેચ પૂર્ણ થયા બાદ તેણે રિવ્યુનું પરિણામ આવવા સુધી રાહ જોવી પડી હતી પરંતુ અંતમાં સ્વીટી જ વિજેતા જાહેર થઈ હતી. આ ઉપરાંત હરિયાણાની બૉક્સર નીતૂએ 48 કિલોગ્રામ વજનવર્ગમાં ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો છે. નીતૂએ એશિયન ચેમ્પિયનશિપની બ્રોન્ઝ મેડાલિસ્ટ મંગોલિયાની લુત્સેખાન ઉલ્તાંસેટસેગને 5-0થી હરાવી હતી. ભારતે આ સાથે જ 2023ની વર્લ્ડ ચેમ્પિયનશિપમાં 14 ગોલ્ડ મેડલ જીતી લીધા છે.