વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપ 2023માં ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય ટીમે ગોલ્ડ મેડલ માટે ફાઇનલમાં મેક્સિકન કમ્પાઉન્ડ ટીમને 235-229થી હરાવી હતી. આ પહેલા ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે ક્વાર્ટર ફાઇનલમાં અને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં ચાઇનીઝ તાઇપે અને તુર્કીની ટીમને હરાવી હતી.
વર્લ્ડ તીરંદાજી ચેમ્પિયનશિપ 2023માં ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે ઈતિહાસ રચીને ગોલ્ડ મેડલ કબજે કર્યો હતો. જ્યોતિ સુરેખા વેન્નમ, પરનીત કૌર અને અદિતિ ગોપીચંદ સ્વામીની ભારતીય મહિલા કમ્પાઉન્ડ ટીમે શુક્રવારે બર્લિનમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આર્ચરી વર્લ્ડ ચેમ્પિયનશિપમાં કોઈપણ કેટેગરીમાં ભારતનો આ પહેલો ગોલ્ડ છે.
- Advertisement -
ભારતીય ટીમે ગોલ્ડ મેડલ માટે ફાઇનલમાં મેક્સિકન કમ્પાઉન્ડ ટીમ ડૈફને ક્વિંટેરો, એના સોફા હર્નાન્ડેઝ ઝિઓન અને એન્ડ્રીયા બેસેરાને 235-229થી પરાજય આપ્યો હતો. ક્વોલિફિકેશન રાઉન્ડમાં બીજા સ્થાને રહેલી ભારતીય જોડીએ સેમિફાઇનલમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન કોલંબિયાને 220-216થી હરાવી ટાઇટલની ટક્કરમાં જગ્યા બનાવી હતી.