આતંરરાષ્ટ્રીય ક્રુડ તેલ બજારમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઇફેક્ટ શરુ થઇ
લોકસભામાં માહિતી: હવે આર્જેન્ટીના પણ ભારતના સપ્લાયરમાં ઉમેરાયું
- Advertisement -
આતંરરાષ્ટ્રીય ક્રુડ તેલ બજારમાં અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ઇફેક્ટ શરુ થઇ છે. એક તરફ રશિયા પરના પ્રતિબંધ કડક બનાવી રહ્યા છે અને ઇરાનને પણ મર્યાદિત રીતે ક્રુડતેલ વેંચી શકે તેવી જોગવાઇ કરવામાં આવી રહી છે.
તે સમયે ભારત વિશ્વમાંથી 40 દેશો પાસેથી ક્રુડ તેલ ખરીદે છે અને તેના સૌથી લેટેસ્ટ સપ્લાયરમાંથી હવે આર્જેન્ટીનાનું નામ પણ જોડાઇ ગયું છે. લોકસભામાં આ માહિતી આપતા કેન્દ્રીય પેટ્રોલીય મંત્રી હરદિપસિંહ પુરીએ જણાવ્યું કે એક સમયે ભારત 27 દેશો પાસેથી ક્રુડતેલ ખરીદતું હતું પરંતુ હવે અલગ અલગ 40 દેશો સાથે ક્રુડતેલ સપ્લાયનો સોદો કરાયો છે. જેમાં રશિયા, અમેરિકા, સાઉદી અરેબીયા, યુએઇ સૌથી મોટા સપ્લાયર છે. પરંતુ ભારત તેના હિતોને ધ્યાનમાં રાખીને કોઇપણ દેશ પાસેથી ક્રુડતેલ ખરીદી શકે છે. રૂપિયાની ઘટતી કિંમત તેમ છતાં આતંરરાષ્ટ્રીય બજારમાં ક્રુડતેલની કિંમત સ્થિર રહી છે તેથી ભારતને કોઇ મોટી નુકશાની થતી નથી.
- Advertisement -