પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફની યુટ્યુબ ચેનલ ભારતમાં બ્લોક
સરકારે આ અઠવાડિયાની શરૂઆતમાં ભારત વિશે “ખોટી, ઉશ્કેરણીજનક અને સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ સામગ્રી” ફેલાવવાના આરોપસર 16 પાકિસ્તાની યુટ્યુબ ચેનલોને બ્લોક કરી દીધી હતી
- Advertisement -
ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. ભારતમાં પાકિસ્તાની નેતાઓ અને મીડીયા ચેનલ્સ પર કરાયેલા ડિજિટલ હુમલાઓ આ તણાવને વધારે રહ્યા છે.
તાજેતરમાં, ભારત સરકારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફની યૂટ્યુબ ચેનલ દેશમાં બ્લોક કરી છે. ચેનલ ખોલવાથી હવે એ સંદેશ દેખાય છે કે “રાષ્ટ્રીય સુરક્ષા અથવા જાહેર વ્યવસ્થા સંબંધિત સરકારી આદેશોને કારણે આ સામગ્રી ભારતમાં ઉપલબ્ધ નથી.” આ સિવાય, પાકિસ્તાનના માહિતી અને પ્રસારણ મંત્રી અતાઉલ્લાહ તરારનું X એકાઉન્ટ પણ ભારતમાં બ્લોક કરવામાં આવ્યું છે. તરારની પ્રોફાઇલ તસવીર અને કવર ફોટો પણ હટાઈ ગયા છે.
બુધવારે મોડી રા ત્રે પત્રકાર પરિષદમાં તરારએ દાવો કર્યો હતો કે પાકિસ્તાન પાસે એવો ઇન્તખાબી ગુપ્તઇતલાફ છે કે ભારત પહેલગામમાં 22 એપ્રિલે થયેલા આતંકી હુમલાને આધારે આગામી 24 થી 36 કલાકમાં પાકિસ્તાન પર લશ્કરી હુમલો કરી શકે છે. સાથે તેમણે ભારતને ચેતવણી આપી હતી કે જો ભારતે કોઈ હુમલો કર્યો તો પાકિસ્તાન કડક પ્રતિસાદ આપશે અને તેની જવાબદારી સંપૂર્ણ રીતે ભારતની રહેશે.
- Advertisement -
આ બધાની વચ્ચે ભારતે ડિજિટલ મોરચે પણ કાર્યવાહી શરૂ કરી છે. ભારતમાં પાકિસ્તાનની 16 યૂટ્યુબ ચેનલોને અગાઉ પણ બ્લોક કરવામાં આવી હતી. આ ચેનલો પર ભારત વિરુદ્ધ ખોટી, ભડકાઉ અને ધાર્મિક રીતે સંવેદનશીલ માહિતી ફેલાવવાનો આરોપ છે. ગૃહ મંત્રાલયની ભલામણ બાદ લેવાયેલા આ પગલાં બાદ વિદેશ મંત્રાલયે પણ જણાવ્યુ છે કે આંતરરાષ્ટ્રીય મીડિયા જે પેહલગામ હુમલાના આતંકીઓને ‘ફાઈટર્સ’ તરીકે બતાવે છે, તેના પર પણ નજર રાખવામાં આવી રહી છે.
બ્લોક કરેલી યૂટ્યુબ ચેનલો
ભારત સરકાર દ્વારા બ્લોક કરેલી યૂટ્યુબ ચેનલોમાં ‘ડૉન ન્યૂઝ’, ‘ઇર્શાદ ભટ્ટી’, ‘સામા ટીવી’, ‘એઆરવાય ન્યૂઝ’, ‘બોલ ન્યૂઝ’, ‘રફ્તાર’, ‘ધ પાકિસ્તાન રેફરન્સ’, ‘જીઓ ન્યૂઝ’, ‘સમા સ્પોર્ટ્સ’, ‘જીએનએન’, ‘ઉઝૈર ક્રિકેટ’, ‘ઉમર ચીમા એક્સક્લુઝિવ’, ‘અસ્મા શિરાઝી’, ‘મુનીબ ફારૂક’, ‘સુનો ન્યૂઝ’ અને ‘રાઝી નામ’નો સમાવેશ થાય છે.
માત્ર સમાચાર ચેનલો જ નહીં, પણ ઘણા પાકિસ્તાની કલાકારોના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ ભારતમાં બ્લોક કરવામાં આવ્યા છે. જેમા હાનિયા આમિર, માહિરા ખાન, અલી ઝફર, સનમ સઈદ અને સજલ અલી જેવા જાણીતા નામો છે. આ બધું જોઈને સ્પષ્ટ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનો તણાવ હવે માત્ર સીમા સુધી મર્યાદિત નથી રહ્યો, પણ ડિજિટલ માળખામાં પણ તેની અસર જોવા મળી રહી છે.