વિદાય લેતા વર્ષના અંતિમ દિને સારા સમાચાર : દેશની ઈકોનોમી ‘ગોલ્ડીલોક’ પીરીયડમાં
‘ગોલ્ડીલોકસ’ ઝોનમાં ભારત: ઊંચો વિકાસ દર અને નીચી મોંઘવારીનો અનોખો સંગમ
- Advertisement -
બેરોજગારી દરમાં ઘટાડો અને નિકાસમાં ઉછાળો; આર્થિક પાયા વધુ મજબૂત બન્યા હોવાનો દાવો
રૂ.350 લાખ કરોડની ભારતીય ઇકોનોમી: મજબૂત નાણાકીય માપદંડોએ અપાવી સફળતા
વૈશ્ર્વિક મંદીના વાદળો વચ્ચે ભારતે જાળવી રાખી રફતાર; રોકાણકારો માટે ભારત હોટ-ફેવરિટ
- Advertisement -
વર્ષ 2030 સુધીમાં જર્મનીને પાછળ છોડી ત્રીજા સ્થાને પહોંચવાનો લક્ષ્યાંક; વિકાસ દર 8.2% એ પહોંચ્યો
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
2025ના વર્ષના અંતિમ દિને દેશના અર્થતંત્ર માટે એક સારા સમાચાર આવ્યા છે. હવે ભારતીય અર્થતંત્ર વિશ્વનું ચોથા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર બની ગયું છે. દેશની જીડીપી 4.18 ટ્રીલીયન ડોલર સુધી પહોંચી ગઈ હોવાનું સતાવાર ભારત સરકારે જાહેર કર્યુ છે અને 2030 સુધીમાં તે જર્મનીને પાછળ રાખીને ત્રીજા નંબરનું સૌથી મોટુ અર્થતંત્ર બની જશે.
એક તરફ પુરા 2025ના વર્ષમાં અમેરિકી ટેરિફના તાપ અને યુદ્ધ સહિતના વૈશ્વિક તનાવ વચ્ચે પણ ભારતીય અર્થતંત્રએ તેની સૌથી ઝડપી અર્થતંત્રની રફતાર- ઘરેલુ- ઉત્પાદન તથા વપરાશ જે માળખાકીય સહિતના સુધારા ચાલુ રાખ્યા છે તેના પરિણામે અર્થતંત્રના ઈંધણ મળતુ રહ્યુ છે.નાણાકીય વર્ષ 2025-26ના બીજા ત્રિમાસિક ગાળામાં ભારતની વાસ્તવિક જીડીપી 8.2% નોંધાઈ છે જે ગત વર્ષ ચોથા કવાટરના 7.4%થી વધુ છે. આમ બન્ને વચ્ચેના છ માસમાં સૌથી ઝડપી વૃદ્ધિ નોંધાઈ છે જે આ દેશના અર્થતંત્રને આ મુકામે પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી ગયુ છે. સરકારે હવે વિશ્વાસ દર્શાવ્યો છે કે મજબૂત આર્થિક પાયાથી 2030 સુધીમાં જીડીપી 7.3 ટ્રીલીયન ડોલર સુધી પહોંચી જશે અને તે વિશ્વમાં ત્રીજા સ્થાને આવી જશે. હાલ અમેરિકા નંબર વન અને ચીન બીજા ક્રમે છે. સરકારે દાવો કર્યો છે કે, ફુગાવો તેની સૌથી નીચી સપાટીએ છે. બેરોજગારીનો દર પણ નીચે તરફ જઈ રહ્યો હોવાના સંકેત છે અને નિકાસમાં લગાતાર સુધારો થઈ રહ્યો છે. નાણાકીય માપદંડો સ્થિર અને મજબૂત છે અને વ્યાપારીક ધિરાણ વિ.ની સ્થિતિ જળવાઈ રહી છે. શહેરી ક્ષેત્રોમાં લોકોની ખરીદ શક્તિ વધી છે. ખાસ બાબત એ છે કે દેશ ‘ગોલ્ડીલોકસ’ એટલે કે ઉંચા વિકાસ દર નીચા મોંઘવારી દરમાંથી પસાર થઈ રહ્યો છે.
ભારતની જીડીપીની કુલ કિંમત હવે રૂા.350 લાખ કરોડ થઈ છે અને 2030 સુધીમાં રૂા.655 લાખ કરોડ થઈ જવાનો વિશ્વાસ છે.
ટેરિફ છતાં નિકાસ વધી : વિદેશી અનામત ભંડાર રૂા.61 લાખ કરોડને પાર
આ વર્ષનો પ્રારંભ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ હાઉથી શરૂ થયા તો વર્ષના અંતે તે એક ‘હાઉ’ જ હતો તે નિશ્ચિત થવા જઈ રહ્યું છે. દેશમાં ઉંચા વિકાસદર નીચા ફુગાવા દરનો આ સમય તેને આગામી વર્ષમાં વધુ મજબૂત અર્થતંત્ર તરફ લઈ જશે. મોંઘવારી દર 4.26% ઓછી ઘટીને 0.71% થઈ છે. જે રાહતો સાથે રીઝર્વ બેન્કે વ્યાજદરમાં જે કુલ 1.25%નો તબકકાવાર ઘટાડો કર્યો તે અર્થતંત્રને માટે મહત્વના પુરવાર થયા છે. બેરોજગારીમાં મોટો ઘટાડો થયો છે. નેશનલ સ્ટેટેટીકલ ઓફિસના આંકડા મુજબ દેશમાં બેરોજગારી દર 5.2%માંથી ઘટીને 4.7% નોંધાયો છે. ગ્રામીણ ક્ષેત્રમાં તે 3.9% છે. મહિલાઓની રોજગારી વધી છે. સૌથી મહત્વનું અમેરિકી ટેરીફ જે 50% જેટલા ઉંચા છે તે પછી પણ ભારતની નિકાસ 38.13 બિલીયન ડોલર રહી છે જે વર્ષની શરુઆતમાં 36.43 બીલીયન ડોલર હતી. એન્જીનીયરીંગ ગુડસ- મરીન પ્રોડકટસ- સર્વિસ વિ. ક્ષેત્રમાં નિકાસ વધી છે. ભારતના રૂપિયાની કિંમત ઘટી છે પણ વિદેશી ચલણ ભંડાર 686.2 બિલિયન ડોલર એટલે કે 61 લાખ કરોડને પાર થયા છે જે 11 માસની આયાતના માટે કાફી છે.



