વર્ષ 2011 માં, 2 એપ્રિલના રોજ ભારતીય ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવીને બીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો.
2જી એપ્રિલની તારીખ ભારતીય ક્રિકેટ માટે સૌથી ખાસ છે, કારણ કે આજના દિવસે જ ભારતીય ક્રિકેટ ટીમે 28 વર્ષના દુષ્કાળને સમાપ્ત કરીને બીજી વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ પહેલા ટીમ ઈન્ડિયા વર્ષ 1983માં કપિલ દેવની કેપ્ટનશીપમાં વર્લ્ડ કપનો ખિતાબ જીતવામાં સફળ રહી હતી. ભારતીય ક્રિકેટ ટીમને 2011નો વર્લ્ડ કપ જીત્યાને 13 વર્ષ વીતી ગયા હોવા છતાં જ્યારે 2 એપ્રિલની તારીખ આવે છે ત્યારે આ શાનદાર જીતની યાદો ચાહકોના દિલમાં તાજી થઈ જાય છે.
- Advertisement -
વર્ષ 2011 માં, 2 એપ્રિલના રોજ, ભારતીય ટીમે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં શ્રીલંકાને 6 વિકેટે હરાવીને બીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટન્સીવાળી ટીમ ઈન્ડિયાએ આ જીત સાથે વર્લ્ડ કપનો ઈતિહાસ બદલી નાખ્યો હતો. ભારતીય ટીમ ક્રિકેટના ઈતિહાસમાં ઘરની ધરતી પર ODI વર્લ્ડ કપ જીતનારી પ્રથમ ટીમ બની છે.
Throwback to a very special day! 🏆
🗓️ #OnThisDay in 2011, #TeamIndia won the ODI World Cup for the second time 👏👏 pic.twitter.com/inyLTWKcrY
- Advertisement -
— BCCI (@BCCI) April 2, 2024
મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં શ્રીલંકાની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા આવી હતી. અનુભવી બેટ્સમેન મહેલા જયવર્દનેની સદીની ઈનિંગની મદદથી શ્રીલંકાની ટીમે ભારત સામે નિર્ધારિત 50 ઓવરમાં 274 રન બનાવ્યા હતા. શ્રીલંકાના 275 રનના જવાબમાં ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. વીરેન્દ્ર સેહવાગ અને સચિન તેંડુલકર વહેલા આઉટ થયા હતા. આ પછી ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીએ ટીમની કમાન સંભાળી હતી. વિરાટ કોહલીએ 35 રન બનાવ્યા હતા. જ્યારે ગંભીરે 97 રનની ઇનિંગ રમી હતી. બીજી તરફ ભારતીય કેપ્ટન એમએસ ધોનીએ 79 બોલનો સામનો કરીને 91 રન બનાવીને ટીમને જીત અપાવી હતી.
Dhoni finishes off in style!
He has retired from international cricket 16 years after making his debut 👏👏👏 pic.twitter.com/1e5ymqhd4O
— ICC (@ICC) August 15, 2020
આ મેચમાં, એમએસ ધોનીએ ભારતીય દાવની 49મી ઓવરમાં નુવાન કુલશેખરા પર છગ્ગો ફટકારીને ટીમને જીત તરફ દોરી અને 28 વર્ષના દુષ્કાળનો અંત લાવીને બીજી વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. ક્રિકેટ ચાહકો આજ સુધી આ વિનિંગ શોટને ભૂલી શક્યા નથી અને આ જીતથી ભારતીય ટીમમાં મોટો બદલાવ આવ્યો હતો. જેના કારણે આજે ભારતીય ટીમ ત્રણેય ફોર્મેટમાં નંબર-1 ગણાય છે.