ખાસ-ખબર સંવાદદાતા
ગ્લોબલ ફાયરપાવર 2023ની યાદી બહાર પાડવામાં આવી છે.જેમાં સૈન્ય શક્તિ વિશ્વમાં સૌથી વધુ શક્તિશાળી અને ઓછી ધરાવનાર દેશોના નામ સામેલ છે.જેમાં વિશ્વના સૌથી શક્તિશાળી સૈનિક ધરાવનાર દેશમાં અમેરિકા પ્રથમ ક્રમાંકે છે.બીજા નંબર પર રશિયા,ત્રીજા નંબર પર ચીન અને ભારત ચોથા સ્થાને છે.ભારત પાકિસ્તાન કરતા ઘણું આગળ છે.ભારત પાસે સક્રિય સૈનિકોની સંખ્યા 14.50 લાખ છે જયારે પાકિસ્તાન પાસે માત્ર 6.54 લાખ જ છે.
ગ્લોબલ ફાયર પાવર વેબસાઇટ લશ્કરી એકમો, આર્થિક સ્થિતિ, ક્ષમતાઓ અને ભૂગોળના આધારે દેશનો પાવર ઇન્ડેક્સ નક્કી કરે છે. દેશની કુલ ફાયરપાવરને પાવર ઈન્ડેક્સ કહેવામાં આવે છે.જેમાં વૈશ્વિક સંરક્ષણ માહિતી પર નજર રાખતી ડેટા વેબસાઇટ ગ્લોબલ ફાયરપાવરે વિશ્વના સૌથી શક્તિશાળી સૈનિકોની યાદી બહાર પાડી છે. રીપોર્ટ અનુસાર અમેરિકા વિશ્વમાં સૌથી મજબૂત સૈન્ય શક્તિ ધરાવે છે. આ યાદીમાં રશિયા બીજા અને ચીન ત્રીજા સ્થાને છે. આ સાથે જ ભારતે ચોથા સ્થાન પર રહ્યું છે. ગ્લોબલ ફાયરપાવર દ્વારા બહાર પાડવામાં આવેલી મિલિટરી સ્ટ્રેન્થ લિસ્ટ 2023માં દુનિયાના સૌથી નબળા સૈન્ય દળોવાળા દેશોનો પણ સમાવેશ થાય છે. જેમાં ભૂટાન અને આઈસલેન્ડનો સમાવેશ થાય છે. તેઓનું મૂલ્યાંકન 60 થી વધુ પરિબળો પર કરવામાં આવ્યું છે. ગ્લોબલ ફાયરપાવરએ જણાવ્યું હતું કે તેણે લશ્કરી એકમોની સંખ્યા અને નાણાકીય સ્થિતિથી લઈને લોજિસ્ટિક્સ ક્ષમતાઓ અને ભૌગોલિક સ્થાન સુધીની શ્રેણીઓ સાથે દરેક દેશને સ્કોર નક્કી કર્યો હતો.
- Advertisement -
આ યાદીમાં ભારત પાકિસ્તાન કરતા ઘણું આગળ છે. સક્રિય સૈનિકોની સંખ્યા 14.50 લાખના સંદર્ભમાં ભારત વિશ્વમાં બીજા ક્રમે છે. ચીન પાસે ભારત કરતા 20 લાખથી વધુ સૈનિકો છે. અમેરિકામાં 13.90 લાખ સૈનિકો છે. ભારતની સરખામણીએ પાકિસ્તાનના સૈનિકોની સંખ્યા અડધાથી પણ ઓછી છે. એટલે કે સંખ્યા 6.54 લાખ છે. ભારત પાસે પણ પાકિસ્તાન કરતાં વધુ પેરા-મિલિટરી ફોર્સ છે. ભારતમાં આ દળમાં 25.27 લાખ સૈનિકો છે જ્યારે પાકિસ્તાનમાં માત્ર પાંચ લાખ સૈનિકો છે.