એશિયા કપના બીજા મુકાબલામાં પાકિસ્તાન સામે ભારતે ભવ્ય જીત મેળવી છે. જાણો મેચની અપડેટ્સ…
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપનો બીજો મુકાબલો દુબઈમાં રમાયો હતો. જેમાં ભારતની જીત થઇ છે. પાકિસ્તાને ભારતને જીત માટે 148 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પાકિસ્તાની ટીમ પૂરી 20 ઓવર પણ ન રમી શકી. ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ભવ્ય જીત મેળવી છે. ભારતે એશિયા કપમાં સળંગ ચોથી વખત પાકિસ્તાનને હરાવ્યું છે.
- Advertisement -
હાર્દિકે અપાવી જીત
ભારતે શાનદાર પર્ફોમન્સ કરતા પાકિસ્તાનને 5 વિકેટથી હરાવી દીધું છે. 148 રનના ટાર્ગેટને ભારતીય ટીમે 19.4 ઓવરમાં જ હાંસલ કરી લીધો. હાર્દિક પંડ્યાએ નવાઝના બોલ પર છગ્ગો લગાવીને ભારતને જીત અપાવી. હાર્દિક 33 રન બનાવીને અણનમ રહ્યા. ત્યારે કોહલી અને જાડેજા 33-33 રનોનું યોગદાન આપ્યું.
WHAT. A. WIN!#TeamIndia clinch a thriller against Pakistan. Win by 5 wickets 👏👏
Scorecard – https://t.co/o3hJ6VNfwF #INDvPAK #AsiaCup2022 pic.twitter.com/p4pLDi3y09
- Advertisement -
— BCCI (@BCCI) August 28, 2022
ભારતીય બોલરોની ઘાતક બોલિંગ
બોલરોની ઘાતક બોલિંગે પાકિસ્તાનીઓને પ્રેશરમાં રાખ્યા હતા. જેના પરિણામે આખી ટીમ 19.5 ઓવરમાં જ માત્ર 147 રન બનાવીને સમેટાઇ ગઈ. ભુવનેશ્વર કુમારે બાબર આઝમને આઉટ કરીને પાકિસ્તાનને પહેલી સફળતા અપાવી. જ્યારબાદ ભારતીય બૉલર્સની શાનદાર બોલિંગના કારણે પાકિસ્તાન પાછું ધકેલાયું હતું. ભુવનેશ્વરે સૌથી વધુ ચાર અને હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપી હતી.
પાકિસ્તાનની વિકેટ આ રીતે પડી
1. બાબર આઝમ (10 રન), 15-1
2. ફખર ઝમાન (10 રન), 42-2
3. ઈફ્તિકાર અહેમદ (28 રન), 87-3
4. મોહમ્મદ રિઝવાન (43 રન), 96-4
5. ખુશદિલ શાહ (2 રન), 97-5
6. આસિફ અલી (9 રન), 112-6
7. મોહમ્મદ નવાઝ (1 રન), 114-7
8. શાદાબ ખાન (10 રન), 128-8
9. નસીમ શાહ (0 રન), 128-9
10. શાહનવાઝ દહાની (16 રન)
પાકિસ્તાનનો સ્કોર : 147-10
Captain @ImRo45 has won the toss and we will bowl first against Pakistan.
A look at our Playing XI for the game.
Live – https://t.co/o3hJ6VNfwF #INDvPAK #AsiaCup2022 pic.twitter.com/O0HQXFQzC4
— BCCI (@BCCI) August 28, 2022
ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો
ટીમ ઇન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. રોહિતે યુવા સ્ટાર ઋષભ પંતને મેચની બહાર રાખ્યા હતા. વિકેટકીપિંગ માટે તેમણે અનુભવી કાર્તિકને પસંદ કર્યા હતા.
ભારતની પ્લેઈંગ ઈલેવન
ભારત: રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, દિનેશ કાર્તિક, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ, અવેશ ખાન.
પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન
પાકિસ્તાન (પ્લેઈંગ ઈલેવન): બાબર આઝમ (કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટમાં), ફખર જમાં, ઈફ્તિખાર અહેમદ, ખુશદિલ શાહ, આસિફ અલી, શાદાબ ખાન, મોહમ્મદ નવાઝ, નસીમ શાહ, હરિસ રૌફ, શાહનવાઝ દહાની.