અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાયેલી અંતિમ મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને ટીમ ઈન્ડીયાએ ટી-20 સિરિઝ પોતાને નામે કરી લીધી છે.
ટીમ ઈન્ડીયાને અમદાવાદની ભૂમિ ફળી ગઈ છે. મંગળવારે મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ટી20 સિરિઝની ત્રીજી મેચમાં ભારત મહેમાન ટીમ ન્યૂઝીલેન્ડને 168 રને હરાવીને 2-1થી સિરિઝ જીતી લીધી હતી. ટી20 ફોર્મેટમાં ભારતની આ સૌથી મોટી જીત છે. 3 મેચની ટી20 સિરિઝની પહેલી મેચમાં ન્યૂઝીલેન્ડનો વિજય થયો હતો જ્યારે બીજી મેચ જીતીને ભારતે 1-1થી સિરિઝ બરાબર કરી હતી અને હવે 3જી મેચ જીતી લઈને ટીમ ઈન્ડીયાએ સિરિઝ કબજે કરી લીધી છે.
- Advertisement -
ન્યૂઝીલેન્ડને આપ્યો 235 રનનો ટાર્ગેટ
અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાયેલી સિરિઝની અંતિમ ટી20માં પહેલા બેટિંગ કરીને ભારતે મહેમાન ટીમને 235 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ટીમ ઈન્ડીયાના યુવા ક્રિકેટર શુભમન ગીલે શાનદાર સદી ફટકારીને ટીમ ઈન્ડીયાનો સ્કોર પહાડી કરવામાં મોટો ફાળો આપ્યો હતો. સિરિઝ જીતવા પૂરો દાવો લગાવી દેનાર શુભમન ગીલે અંતિમ ટી20માં તેની ટી-20 કરિયરની પહેલી સદી ફટકારી હતી. ગીલ 63 બોલમાં 126 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
Shubman Gill's unbeaten 126 and Hardik Pandya's four-wicket haul guide India to 168-run win in third T20I against New Zealand in Ahmedabad. India's biggest win in T20Is. India win three-match series by 2-1.
- Advertisement -
(Pic: BCCI) pic.twitter.com/kCBs8nWjjd
— ANI (@ANI) February 1, 2023
કેપ્ટન હાર્દિકે ઝડપી 4 વિકેટ
અમદાવાદ ટી20માં ટીમ ઈન્ડીયાનું નેતૃત્વ કરનાર હાર્દિક પંડ્યાએ ન્યૂઝીલેન્ડના ચાર મોટા ખેલાડીઓને આઉટ કરાવીને તેમની જીત અશક્ય કરી મૂકી હતી. ભારતીય બોલર્સની ધુઆધાર બોલિંગને કારણે ન્યૂઝીલેન્ડની ટીમ પત્તાના મહેલની માફક ખરી પડી હતી. ભારતીય બોલર્સે એટલી ટાઈટ બોલિંગ નાખી કે ન્યૂઝીલેન્ડની ટીમ 12.1 ઓવરમાં 66 રનમાં પેવેલિયન ભેગી થઈ ગઈ હતી. આ રીતે ભારતને 168 જેટલા મોટા સ્કોરથી જીત મળી. જ્યારે અર્શદીપ સિંઘ, ઉમરાન મલિક અને શિવમ માવીને 2-2 સફળતા મળી હતી.
શુભમનની સદીને કારણે ભારતે કર્યો વિશાળ સ્કોર
શુભમન ગીલની ધમાકેદાર સદીને કારણે જ ભારતે અંતિમ ટી-20માં ન્યુઝીલેન્ડને વિશાળ સ્કોર આપ્યો હતો. ભારતે પહેલા બેટિંગ કરીને ન્યુઝીલેન્ડને 235 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સદી ફટકાર્યા બાદ શુભમન પણ ગેલમાં આવ્યો હતો અને તે હેલ્મેટ ઉતારીને વાંકો વળી ગયો હતો અને જોરદાર રીતે પોઝ આપ્યો હતો.
As comprehensive as it gets 💪
India clinch the series 2-1 against New Zealand after a dominant display in Ahmedabad! #INDvNZ | 📝: Scorecard: https://t.co/CR0CCRQdoZ pic.twitter.com/naNCNERIpN
— ICC (@ICC) February 1, 2023
શુભમને તોડ્યો કોહલી અને રૈનાનો રેકોર્ડ
ગિલે ભારતીય ક્રિકેટ માટે ઇતિહાસ રચ્યો હતો કારણ કે તેણે સુરેશ રૈનાને પાછળ છોડીને ટી-20 સદી ફટકારનારો સૌથી નાની ઉંમરનો ભારતીય ખેલાડી બન્યો છે. ગિલે 23 વર્ષ અને 146 દિવસમાં આ સિદ્ધિ હાંસલ કરી હતી, જે રૈનાથી માત્ર 10 દિવસ દૂર હતી. રૈનાએ 2010માં દક્ષિણ આફ્રિકા સામે 23 વર્ષ અને 156 દિવસની ઉંમરે 101 રન ફટકાર્યા હતા. આ મેચમાં શુભમનને 54 બોલમાં 126 રન ફટકાર્યાં હતા જે કોઈ ભારતીય ખેલાડી દ્વારા સૌથી વધુ વ્યક્તિગત ટી -20 સ્કોર છે. ગીલે થોડા મહિના પહેલા જ વિરાટ કોહલીના રેકોર્ડને ધ્વસ્ત કરી નાખ્યો હતો. કોહલીએ એશિયા કપ 2022માં અફઘાનિસ્તાન સામે 61 બોલમાં 122 રન બનાવ્યા હતા, આ રેકોર્ડ માત્ર 146 દિવસ ચાલ્યો હતો અને હવે ગીલે કોહલીનો આ રેકોર્ડ તોડી પાડ્યો છે.